અનુપમ ખેરની માતા, ભાઈ, ભાભી સહિત 4 લોકો કોરોના પોઝિટિવ, જાતે આપી જાણકારી

News18 Gujarati
Updated: July 12, 2020, 1:23 PM IST
અનુપમ ખેરની માતા, ભાઈ, ભાભી સહિત 4 લોકો કોરોના પોઝિટિવ, જાતે આપી જાણકારી
અનુપમ ખેરની માતા દુલારી, ભાઈ રાજૂને મળી કુલ 4 સભ્યો કોરોના પોઝિટિવ. (Photo Credit- anupampkher/Instagram)

અનુપમ ખેરે કહ્યું કે, માતાને ભૂખ નહોતી લાગતી, આખો દિવસ સૂતા રહેતા હતા, કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ

  • Share this:
મુંબઈઃ કોરોના વાયરસના કહેરનો સામનો હાલમાં સમગ્ર દેશ કરી રહ્યો છે. બીજી તરફ, અમિતાભ બચ્ચન કોરોના સંક્રમિત થવાના અહેવાલ આવ્યા બાદ હવે બૉલિવૂડ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)ના ઘરેથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અનુપમ ખેરની માતા (Mother) દુલારી અને ભાઈ (Brother) રાજૂ સહિત ઘરમાં કુલ 4 સભ્યો કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. તેમાં રાજૂની દીકરી એટલે કે અનુપમ ખેરની ભત્રીજી પણ સામેલ છે. આ વાતની જાણકારી અનુપમ ખેરે જાતે જ આપી છે. તેઓએ જણાવ્યું કે તમામને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરતાં તેના વિશે તમામ જાણકારી આપી છે. આ પોસ્ટમાં અનુપમ ખેરનો એક વીડિયો પણ છે. આ વીડિયોમાં તેઓ જણાવી રહ્યા છે કે, છેલ્લા કેટલાક દિવસથી મારી માતાને ભૂખ નહોતી લાગતી, કંઈ પણ ખાતા નહોતો, તેઓ સૂતા રહેતા તો અમે ડૉક્ટરના કહેવા પર તેમેનો બ્લડ ટેસ્ટ કરાવ્યો, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ થયો તો તેમને માઇલ્ડ કોરોના હોવાનું સામે આવ્યું. મારા ભાઈનો પણ ટેસ્ટ કરાવ્યો, તો તે પણ કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ મારા ભાભી અને ભત્રીજી-ભત્રીજાના પણ ટેસ્ટ કરાવ્યા જેમાં ભાભી અને ભત્રીજો કોરોના પોઝિટિવ છે તેવું સામે આવ્યું.

આ પણ વાંચો, મોટી બેદરકારીઃ કોરોના દર્દીનો મૃતદેહ સગા-વહાલા રિક્ષામાં લઈ ગયા

અનુપમ ખેરે જણાવ્યું કે, મેં પણ મારો ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો છે. ભાઈના પરિવારમાં ભત્રીજાને બાદ કરતાં તમામ કોવિડ-19 પોઝિટિવ છે. માતાને કોકિલાબેન હૉસ્પિટલ (Kokilaben Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે મારા ભાઈ અને તેમના પરિવારે પોતાને ઘરમાં જ ક્વૉરન્ટીન કરી દીધા છે. અનુપમ ખેરે પોતાના વીડિયોમાં હૉસ્પિટલ સ્ટાફ અને બીએમસીના કામના વખાણ કર્યા છે.

આ પણ વાંચો, કોરોના સામેની લડાઈઃ કોવિડ-19 આઇસોલેશન વોર્ડની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય

અનુપમ ખેરે આ વીડિયોમાં તમામને અપીલ કરી છે કે જો આપના ઘરમાં માતા-પિતા કે કોઈને પણ ભૂખ નથી લાગી રહી તો એકવાર તેમનો ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ. અમે લોકો ઘણા દિવસો સુધી આ વાતને લઈ પરેશાન રહ્યા કે તેમને ભૂખ કેમ નથી લાગી રહી.
Published by: Mrunal Bhojak
First published: July 12, 2020, 1:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading