Home /News /entertainment /ના હોય! ફિલ્મના એક્ટર અને ડિરેક્ટરને જ ના મળી ટિકિટ, અનુપમ ખેરે વીડિયો શેર કરી દર્શાવી નારાજગી

ના હોય! ફિલ્મના એક્ટર અને ડિરેક્ટરને જ ના મળી ટિકિટ, અનુપમ ખેરે વીડિયો શેર કરી દર્શાવી નારાજગી

ફાઇલ ફોટો

અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, બોમન ઈરાનીના અભિનયથી સજેલી ફિલ્મ 'ઉંચાઈ' 11 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મ સીમિત સ્ક્રીન પર રિલીઝ થઈ, તેના છતાં બોક્સ ઑફિસ પર પહેલા દિવસે ઠીક-ઠાક કલેક્શન થયું.

    મુંબઈઃ અનુપમ ખેરની ફિલ્મ 'ઉંચાઈ' બોક્સ ઓફિસ પર સારુ કલેક્શન કરી રહી છે. નવાઈની વાત એ છે કે, પોતાની ફિલ્મ થિયેટરમાં જોવા પહોંચ્યા તો શો હાઉસફુલ હોવાના કારણે ટિકિટ નહતી મળી. તેણે ટ્વિટર પર આ ઘટના વિશે જણાવ્યુ હતું.

    અનુપમ ખેરે ટ્વિટ કરીને વીડિયો શેર કરતા લખ્યુ છે, "મને 'ઉંચાઈ' ફિલ્મની ટિકીટ નથી મળી! પહેલીવાર અસફળતામાં સફળતા જોવા મળી! મેં ક્યાંક ખુશીથી પાગલ ના થઈ જાવ. કંઈ પણ થઈ શકે છે! હા હા હા! જય હો!" જણાવી દઈએ કે 'ઉંચાઈ' પ્રેમ અને દોસ્તીના અહેસાસ વિશે છે, જેને એક શબ્દમાં પરોવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

    આ પણ વાંચોઃ Drishyam 2ની સીધી-સાદી એક્ટ્રેસે લગાવ્યો બોલ્ડનેસનો તડકો, ફોટો જોઈ ફેન્સનો છૂટી ગયો પરસેવો

    વીડિયોમાં, અનુપમ ખેરને ટિકીટ કાઉન્ટર પર જઈને ફિલ્મની ટિકિટ માંગતા જોઈ શકાય છે, જે ફેમિલી ડ્રામા બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મ તેની 2015માં ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો' બાદ નિર્દેશનમાં તેના કમબેકનું પ્રતિક છે. જેમાં સલમાન ખાન અને સોનમ કપૂર અહૂજાએ અભિનય કર્યો હતો. અમિતાભ બચ્ચન, બોમન ઈરાની અને અનુપમ ખેરની મુખ્ય ભૂમિકાઓવાળી 'ઉંચાઈ' 11 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.


    આ પણ વાંચોઃ શાહરુખ નહીં, તેના બૉડિગાર્ડ રવિસિંહને કસ્ટમ અધિકારીએ મુંબઈ એરપોર્ટ પર રોક્યો હતો

    'ઉંચાઈ'ને હિન્દી બેલ્ટમાં મોટી ફિલ્મનો સામનો કરવો પડ્યો. બૉક્સ ઓફિસના નંબર જણાવીએ કે સિમીત સ્ક્રિનની છતાં ખૂબ જ સારુ પ્રદર્શન કર્યુ છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરી છે કે, 'ઉંચાઈ'એ પહેલા દિવસે 1.81 કરોડ રુપિયાની કમાણી હતી.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन