Home /News /entertainment /'પ્રોડ્યુસર સાથે સુવુ પડશે...' ખુલ્લેઆમ આ એક્ટ્રેસને કરાઈ હતી આવી ડિમાન્ડ

'પ્રોડ્યુસર સાથે સુવુ પડશે...' ખુલ્લેઆમ આ એક્ટ્રેસને કરાઈ હતી આવી ડિમાન્ડ

પ્રોડ્યુસર સાથે સુવાની કરી હતી ડિમાન્ડ

એક્ટ્રેસે પોતાના અનુભવ શેર કરતા કહ્યુ હતું કે જ્યારે તેણી પોતાના કરિયરની શરુઆત કરી રહી હતી ત્યારે સાઉથના એક ફિલ્મ માટે તેણીને ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. ત્યાં તેણીની સામે ડિમાન્ડ મુકવામાં આવી કે, તેણીને પ્રોડ્યુસર સાથે સુવુ પડશે.

વધુ જુઓ ...
    મુંબઈઃ બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. આમાંથી એક નામ અંકિતા લોખંડેનું પણ છે. અંકિતાએ પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેણીની સાથે એક નહીં પણ બે વખત કાસ્ટિંગ કાઉચનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંકિતાએ પોતાનો પહેલો અનુભવ શેર કરતા કહ્યુ કે જ્યારે તેણી પોતાની એક્ટિંગનું કરિયર શરુ કરી રહી હતી ત્યારે તેણીને સાઉથની એક ફિલ્મના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. ત્યારે અંકિતાની ઉંમર 19 કે 20 વર્ષની હશે.

    અંકિતાએ આપ્યો જડબાતોડ જવાબ

    અંકિતાએ કહ્યું, મને રોલના બદલામાં કોમ્પ્રોમાઇઝ કરવાનું કહેવામાં આવ્યું હતું. હું સ્માર્ટ હતી, હું રૂમમાં એકલી હતો અને મેં તે માણસને પૂછ્યું, તમે કેવા પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ઈચ્છો છો? શું મારે પાર્ટીઓ કે ડિનરમાં જવું પડશે?

    આ પણ વાંચોઃ ક્યારેક કૂતરા પાછળ છોડ્યા તો ક્યારેક પુરુષોએ જ બનાવ્યો , રણવીરે જણાવ્યો દુઃખદ સંઘર્ષનો સમય

    અંકિતાએ કહ્યું- "હું એવી સ્થિતિ ટાળવા માંગતી હતી કે કોઈએ મને સીધું કહી દીધું કે તારે પ્રોડ્યુસર સાથે સુવુ પડશે અને તેણે જેવું કહ્યુ કે પ્રોડ્યુસર સાથે સુવુ પડશે મેં તેનો વારો લઈ લીધો. મેં તેને જવાબ આપતા કહ્યુ કે, મને લાગે છે કે તમારે એવી છોકરી જોઈએ છે જેની સાથે તે સુઈ શકે, તેને તે છોકરના ટેલેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી. હું આટલું કહીને ત્યાંથી નીકળી ગઈ."

    આ પણ વાંચોઃ સાજિદ ખાને ફિલ્મમાં રોલને બદલે મૂકી હતી કપડાં ઉતારવાની શરત, મોડેલનાં આક્ષેપોથી મચ્યો ખળભળાટ



    વ્યક્તિએ માફી માંગી

    ત્યારબાદ તે વ્યક્તિએ મારી માફી માંગી અને મને ફિલ્મમાં લેવાનું કહ્યું પરંતુ મેં સ્પષ્ટ કહ્યું કે હું તમારી ફિલ્મમાં કામ કરવા માંગતી નથી. બીજી ઘટનાનું વર્ણન કરતાં અંકિતાએ કહ્યું કે, "જ્યારે મેં ફિલ્મોમાં ફરીવાર મારી ઇનિંગ શરૂ કરી ત્યારે હું એક વ્યક્તિને મળવા ગઈ અને તેણે જે રીતે હાથ મિલાવ્યા તેનાથી જ સમજાયું. હું નામ લેવા માંગતો નથી પરંતુ તે એક મોટો સ્ટાર હતો. મને તે વાઇબ્સ મળ્યા, તેથી હાથ મિલાવતીની સાથે જ મેં હાથ પાછળ કરી દીધા અને હું સમજી ગઈ કે હું અહીં કામ નહીં કરી શકુ."
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Ankita Lokhande, Bollywood બોલિવૂડ, અંકિતા લોખડે

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन