બાદશાહનું ગીત 'પાની-પાની' વિવાદમાં, એનિમલ વેલફેર બોર્ડે ફટકારી નોટિસ

ગીત 'પાની-પાની' વિવાદમાં, એનિમલ વેલફેર બોર્ડે ફટકારી નોટિસ

એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે AWBIએ બાદશાહ અને જેકલીન ફર્નાન્ડીઝના આ ગીતને લઈને કાર્યવાહી કરી છે.

 • Share this:
  પ્રખ્યાત રેપર બાદશાહના સુપરહિટ ગીત 'પાની પાની સોંગ'ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે AWBIએ બાદશાહ અને જેકલીન ફર્નાન્ડીઝના આ ગીતને લઈને કાર્યવાહી કરી છે. તેણે આ મ્યુઝિક વીડિયોના નિર્માતાઓને નોટિસ ફટકારી છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ મંજૂરી વિના ગીતમાં ઊંટ અને ઘોડાનો ઉપયોગ કરવા બદલ આ કાર્યવાહી કરી છે. બોર્ડે નિર્માતાઓ પાસેથી 7 દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે.

  એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ એક નોટિસ જારી કરીને આરોપ લગાવ્યો છે કે, નિર્માતાઓએ માત્ર પરફોર્મિંગ એનિમલ્સ (રજીસ્ટ્રેશન) નિયમો 2001નું જ નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ ગીતમાં પ્રાણીઓ (ઊંટ-ઘોડા)ના ઉપયોગ માટે બોર્ડ પાસેથી એનઓસી લેવામાં આવી ન હતી.

  ગીતમાં પરવાનગી વિના પ્રાણીઓના ઉપયોગની ફરિયાદ કરનારા ચંદીગઢના પંડિતરાવ ધરનેશ્વરે કહ્યું કે, રાજસ્થાનના મુખ્ય સચિવ ઉપરાંત જેસલમેરના ડીસીને પણ ફરિયાદ મોકલવામાં આવી છે.

  બાદશાહ પાની પાની સોન્ગમાં મંજૂરી વગર પ્રાણીઓના ઉપયોગને લઈ નોટિસ


  બાદશાહ અને જેકલીન ફર્નાન્ડીઝના આ ગીતને 600 મિલિયન વ્યુઝ મળ્યા છે. આ પહેલા બંને સ્ટાર્સે 'ગેંદા ફૂલ' ગીતમાં સાથે કામ કર્યું હતું. દર્શકોને તેમની જોડી ખૂબ પસંદ આવી હતી.

  આ ગીત અહીં જુઓ:  બાદશાહના કરિયરની વાત કરીએ તો, તેણે ઈન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેમાં ડીજે વાલે બાબુ, વખરા સ્વેગ, ચુલ, સ્ટારડે, મૂવ યોર લક, હેપ્પી હેપ્પીથી ખૂબ જ પ્રખ્યાત થયા. તો, જેકલીને 2001માં ફિલ્મ 'અલાદ્દીન'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
  Published by:kiran mehta
  First published: