Lockdownના સમયે અનિલ કપૂરના હમશક્લ પર તૂટ્યો મુશ્કેલીનો પહાડ

Lockdownના સમયે અનિલ કપૂરના હમશક્લ પર તૂટ્યો મુશ્કેલીનો પહાડ
અનિલ કપૂરનો હમશક્લ આરિફ

આરિફે જણાવ્યું કે હવે તેની પાસે ખાલી 3200 રૂપિયા બચ્યા છે.

  • Share this:
    લોકડાઉનમાં બોલિવૂડમાં કામ કરતા સાઇડ એક્ટર અને જૂનિયર આર્ટીસ્ટની સ્થિતિ કફોડી થઇ છે. કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે ફિલ્મોની શૂટિંગ સંપૂર્ણપણે બંધ છે. બોલિવૂડના મિસ્ટર ઇન્ડિયા એટલે કે અનિલ કપૂર (Anil Kapoor) ના હમશક્લ હાલ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. બોલિવૂડમાં અનિલ કપૂરના હમશક્લનું નામ છે આરિફ ખાન. જે કેટલીક ફિલ્મોમાં અનિલ કપૂરના બોડી ડબલનો રોલ કરી ચૂક્યા છે. પણ કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે તેમની આર્થિક હાલત કફોડી થઇ છે.

    સ્પોર્ટબોય સાથે વાત કરતા આરિફે જણાવ્યું કે મારી પાસે હવે ખાલી 3200 રૂપિયા બચ્યા છે. મારી આવી હાલત ક્યારેય નહતી. હું ઠીક ઠાક કમાઇ લેતો હતો. મારે અનેક પેટ પાળવાના છે માટે હું વધુ બચાઇ નહતો શકતો. આરિફનું કહેવું છે કે કોરોના વાયરસના કારણે તેમની કમાણી ઓછી થઇ ગઇ છે. જો કે આરિફે સાથે તે પણ કહ્યું કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇ ડેલી વેજ પર કામ કરતા લોકોની મદદ કરવા આગળ આવી છે તે સારી વાત છે.



    તમને જણાવી દઇએ કે આરિફ ખાને ફિલ્મ નાયકમાં અનિલ કપૂરના બોડી ડબલનું કામ કર્યું હતું. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોય દ્વારા આરિફ જેવા અનેક જૂનિયર આર્ટીસ્ટને મદદ કરવામાં આવી રહી છે. આમાં હાલમાં જ અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ 51-51 લાખ રૂપિયા દાન કર્યા છે. અને સલમાન ખાને પણ 25,000 લોકોની મદદની જવાબદારી ઉપાડી છે.
    Published by:News18 Gujarati
    First published:April 13, 2020, 18:47 pm

    ટૉપ ન્યૂઝ