Angrezi Medium First Review : ઇરફાન ખાનની ફિલ્મ જોઇને લોકોએ કહ્યું Must Watch

અંગ્રેજી મીડિયમ

#AngreziMedium એક મન સ્પર્શી લે તેવી સુંદર ફિલ્મ છે. - કૃતિ સેનન

  • Share this:
    અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ અંગ્રેજી મીડિયમ (Angrezi Medium) 13 માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો. અને આ ફિલ્મનો પહેલો રિવ્યૂ (Angrezi medium First Review) બહાર આવી ચૂક્યો છે. સ્પેશલ સ્ક્રીનિંગમાં સેલેબ્રિટીને આ ફિલ્મ જોઇને તેના વખાણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઇરફાન ખાનની ફિલ્મ અંગ્રેજી મીડિયમની સ્પેશ્યલ સ્ક્રીનિંગ પર ફિલ્મ જગતથી જોડાયેલા મોટા સ્ટાર પહોંચ્યા હતા. જેમાં હુમા કુરેશી, બમન ઇરાની, રકુલ પ્રીત, સાન્યા મલ્હોત્રા, મૌની રોય, સની કૌશલ, પૂજા હેગડે અને કૃતિ સેનન જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. અને ફિલ્મ જોયા પછી તમામ લોકો અંગ્રેજી મીડિયમ ફિલ્મના વખાણ કરતા નહતા થાકતા. આ ફિલ્મને આ સ્ટારે પોઝિટીવ રિવ્યૂ આપતા મસ્ટ વૉચ જણાવી છે.

    તો અભિનેત્રી કૃતિ સેનન આ મામલે ટ્વિટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે #AngreziMedium એક મન સ્પર્શી લે તેવી સુંદર ફિલ્મ છે. જે તમને હસાવે છે, આંખોમાં આંસુ લાવે છે. અને ચહેરા પર સ્માઇલ બનાવી રાખે છે. આ ફિલ્મ જોઇને માતા-પિતા તેમના બાળકોને જરૂરથી ગળે લગાડશે. ઇરફાન સરની પરફોર્મન્સ ખરેખરમાં શાનદાર હતી.


    આ ફિલ્મ એજ્યુકેશન સિસ્ટમ અને એક પુત્રીના સપનાઓ પર આધારીત છે. આ ફિલ્મમાં એક પિતા અને પુત્રી વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ સુંદરતાથી બતાવવામાં આવ્યું છે. પુત્રીના પાત્રમાં અભિનેત્રી રાધિકા મદન અને પિતાના પાત્રમાં ઇરફાન ખાન નજરે પડે છે. આ ફિલ્મમાં કરીના કપૂરે પણ મહત્વનો રોલ નિભાવ્યો છે.




    કેન્સરની બિમારીથી પીડાઇ રહેલા ઇરફાન ખાનની હાલ સ્થિતિ સુધાર પર છે. પણ પ્રમોશન વખતે ઇરફાન ખાનની તબિયત ખૂબ જ ખરાબ થઇ જતા તેમણે રીલિઝ વખતે હાજરી નહતી આપી. વળી આ ફિલ્મને આલિયા ભટ્ટ, કેટરીના કૈફ, જાન્હવી કપૂર, કૃતિ સેનન જેવી બોલિવૂડની મોટી અભિનેત્રીઓએ પ્રમોશન માટે મદદ પણ કરી હતી. ત્યારે હવે જોવાનું તે રહેશે કે દર્શકો આ ફિલ્મને બોક્સ ઓફિસ પર કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published: