Video: ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, અનુષ્કા-વિરાટની સાથે સ્ટાર્સે કરી આ માંગ

News18 Gujarati
Updated: April 20, 2020, 11:05 AM IST
Video: ઘરેલૂ હિંસાને ‘લૉકડાઉન’ કરવાનો ઉઠ્યો અવાજ, અનુષ્કા-વિરાટની સાથે સ્ટાર્સે કરી આ માંગ
માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રોહિત શર્મા, કરણ જૌહર, ફરખાન અખ્તર, દીયા મિર્ઝાએ શરૂ કર્યું ખાસ કેમ્પેન

માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રોહિત શર્મા, કરણ જૌહર, ફરખાન અખ્તર, દીયા મિર્ઝાએ શરૂ કર્યું ખાસ કેમ્પેન

  • Share this:
મુંબઈઃ દેશમાં લૉકડાઉન (Lockdown) લાગુ છે અને ચારે તરફ સન્નાટો ફેલાયેલો છે. કોરોના (Coronavirus)ના કારણે લોકો ઘરમાં કેદ છે. આ લૉકડાઉન દરમિયાન મોટાથી લઈને નાના બાળક સુધી દરેક વ્યક્તિ ઘરે જ છે. એક તરફ સરકાર આ ગંભીર બીમારીનો સામનો કરવાના તમામ પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, ઘરેલૂ હિંસા (Domestic Violence)ના કેસ ઘણા વધી રહ્યા છે. લૉકડાઉનમાં વધતા ઘરેલૂ હિંસાના કેસને જોતાં બૉલિવૂડ (Bollywood) અને સ્પોર્ટ્સ સેલિબ્રિટી ફરી એકવાર સાથે આવી છે. એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેમાં અનેક સ્ટાર્સ એક સાથે મળી માંગ કરી રહ્યા છે કે ઘરેલૂ હિંસા ઉપર પણ લૉકડાઉન કરવામાં આવે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં અનુષ્કા શર્મા- વિરાટ કોહલી (Anushka Sharma-Virat Kohli)ની સાથે કરણ જૌહર, ફરહાન અખ્તર, માધુરી દીક્ષિત, દીયા મિર્ઝા, વિદ્યા બાલન જેવા અનેક સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. ખેલાડીઓમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ આ કેમ્પેનને પોતાનું સમર્થન આપ્યું છે.




આ પણ વાંચો, ઘરે AC ચાલુ કરવાથી કોરોના વાયરસ ફેલાય છે? જાણો આ દાવામાં કેટલું છે સત્ય

વીડિયોમાં સ્ટાર્સ કહી રહ્યા છે કે- તમામ પરુષોને અમે કહીએ છીએ કે- આ જ સમય છે હિંસની વિરદ્ધ બોલવાનો. મહિલાઓને અમે કહેવા માંગીએ છીએ કે- આ સમય છે તમારા મૌનને તોડવાનો. જો તમે ઘરેલૂ હિંસાના શિકાર છો, તો તમારે રિપોર્ટ કરવો જોઈએ. ઘરેલૂ હિંસા ઉપર પણ લૉકડાઉન લગાવવું જોઈએ.

કરણ જૌહર, અનુષ્કા શર્મા, માધુરી દીક્ષિત જેાવા સેલેબ્સે તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ રાજ્યમાં ઘરેલૂ હિંસાના વધતા કેસ મામલે ચિંતા વ્યકત કરી હતી.

આ પણ વાંચો, રાખી સાવંતે શાહરૂખ સાથે વીડિયો કૉલ પર કરી વાત? સ્ક્રીનશૉટ જોઈ લોકોએ કહ્યું-Fake
First published: April 20, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading