Home /News /entertainment /બોલિવૂડ અભિનેતા મનોજ જોશી નવાજાશે "પદ્મશ્રી" એવોર્ડથી

બોલિવૂડ અભિનેતા મનોજ જોશી નવાજાશે "પદ્મશ્રી" એવોર્ડથી

મનોજ જોશી (ફાઈલ તસવીર)

જ્હોન મથાઈની ફિલ્મ "સરફરોશ"થી 1999માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરનારા મનોજ જોશીની અદાકારીને ગુજરાતી રંગભૂમિએ પણ ખોબેલ'ને ખોબલે વધાવી છે.

    ત્રીજી સપ્ટેમ્બર, 1965ના રોજ હિંમતનગરના આડપોદરા ગામમાં જન્મેલા જોશીલા ગુજરાતી કલાકાર મનોજ જોશીને "પદ્મશ્રી" એવોર્ડથી સન્માનવાની જાહેરાત થઇ છે. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતના આ જાણીતા-બળુકા કલાકારની પ્રતિભાથી ભાગ્યેજ કોઈ ગુજરાતી કે ફિલ્મ રસિક અજાણ હશે. મનોજ જોશીને મળનારા આ સન્માનથી ગુજરાતી-મરાઠી રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્રના લોકોમાં ભારે આનંદની લાગણી પ્રવર્તી ગઈ છે.

    જ્હોન મથાઈની ફિલ્મ "સરફરોશ"થી 1999માં ફિલ્મક્ષેત્રે પદાર્પણ કરનારા મનોજ જોશીની અદાકારીને ગુજરાતી રંગભૂમિએ પણ ખોબેલ'ને ખોબલે વધાવી છે. "સરફરોશ" બાદ 2003માં 'હંગામા", 2004માં "હલચલ" અને "ધૂમ", 2006માં "ફિર હેરા ફેરી" એન્ડ "ચૂપ ચૂપ કે", 2007માં "ભાગમ ભાગ", "ભૂલભૂલૈયા" તથા 2009માં "બિલ્લુ બાર્બર" જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    60 થી વધુ બોલિવૂડની ફિલ્મો ઉપરાંત તેમણે "ચાણક્ય", "એક મહેલ હો સપનો કા", મરાઠી શ્રેણીઓ- "રાઉ", "મુરા રાસ્કા માઇ લા" અને "સંગદિલ", "સૌતન કી સહેલી", "ખીચડી" જેવી સંખ્યાબંધ ટેલિવિઝન સિરીઝ માં પણ અભિનય કર્યો.

    ફિલ્મક્ષેત્રે પ્રદાન બદલ મનોજ જશીને મળેલા સન્માન

    1) 2017માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર માટે નેશનલ ફિલ્મ એવોર્ટ (દશક્રિયા)
    2) 2003માં બેસ્ટ નેગેટિવ રોલ માટે ઇન્ડિયન ટેલી એવોર્ડ (કહેતા ભી દીલ)
    3) 2016માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરના રોલ માટે ITA એવોર્ડ (ચક્રવર્તી અશોક સમ્રાટ)
    4)2016માં સંગીત નાટક એકાદમી એવોર્ડ ફોર થિયેટર
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Padma awards, રાષ્ટ્રપતિ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन