Home /News /entertainment /Alia-Ranbir baby: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને અમૂલે રસપ્રદ રીતે પાઠવી શુભકામના

Alia-Ranbir baby: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને અમૂલે રસપ્રદ રીતે પાઠવી શુભકામના

ફોટોઃ @amul_india

બંનેએ 6 નવેમ્બરના રોજ પુત્રી તરીકે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યુ હતું. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે લોકપ્રિય ડેરી બ્રાન્ડ અમૂલ ઈન્ડિયાએ પણ આલિયા-રણબીરના માતા-પિતા બનવા પર ખુશી વ્યક્ત કરી છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હાલ ખૂબ જ ખુશ છે. બંનેએ 6 નવેમ્બરના રોજ પુત્રી તરીકે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યુ હતું. આવી સ્થિતિમાં કપૂર અને ભટ્ટ પરિવારમાં ખુશીનો માહોલ છે. બોલિવૂડ સ્ટાર્સથી લઈને ફેન્સ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે લોકપ્રિય ડેરી બ્રાન્ડ અમૂલ ઈન્ડિયાએ પણ આલિયા-રણબીરના માતા-પિતા બનવા પર ખુશી વ્યક્ત કરી છે. અમૂલે બંનેને ખૂબ જ ક્રિએટિવ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે.

    તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનોક્રોમેટિક ડૂડલ શેર કરીને, અમૂલ ઇન્ડિયાએ એક નવી રીતે શુભકામના પાઠવી છે. તેમાં કપલનું એક કાર્ટૂન વર્ઝન ઈમેજ તૈયાર કરવામાં આવી છે, જેના હાથોમાં એક બાળક છે. આ ફોટો શેર કરતા અમૂલ ઈન્ડિયાએ કેપ્શનમાં લખ્યુ, 'સ્ટાર કપલના ઘરમાં દીકરીએ જન્મ લીધો છે.' અમુલ દ્વારા શેર કરેલા પોસ્ટરમાં'આલિયા ભેટી' લખવામાં આવ્યુ છે.

    આ પણ વાંચોઃ રણબીર કપૂર પિતા બનતા જ થઇ ગયો ઇમોશનલ, પહેલીવાર દીકરીને હાથમાં લીધા બાદ આવું હતું રિએક્શન

    પોસ્ટર થયું વાયરલ


    અમૂલ ઈન્ડિયાની આ ક્રિએટિવ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કપલના ફેન્સ આ પોસ્ટ પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. જણાવી દઈએ કે આલિયા-રણબીરના માતા-પિતા બન્યા બાદ કરણ જોહર, અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા, કરીના-કરિશ્માની સાથે દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફએ કપલને અભિનંદન આપતી પોસ્ટ શેર કરી હતી.



    આ પણ વાંચોઃ ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ

    એપ્રિલમાં રણબીર અને આલિયાએ કર્યા હતા લગ્ન


    ઉલ્લેખનીય છે કે આલિયા-રણબીરે આ વર્ષે 14 એપ્રિલે પોતાના ઘર વાસ્તુમાં અમુક પરિવારના સદસ્યો અને નજીકના મિત્રોની સામે એક-બીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતાં. લગ્નના અમુક જ દિવસ પછી આલિયાએ 27 જૂન, 2022એ ઈન્સ્ટાગ્રામ પર તેણીની પ્રેગ્નેન્સીની ઘોષણા કરી હતી.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Bollywood Celeb, Entertainment news, અમૂલ

    विज्ञापन
    विज्ञापन