કોરોના વાયરસના કારણે અમિતાભ બચ્ચન શું ઘરમાં થયા બંધ? આ તસવીરની હકીકત જાણો

News18 Gujarati
Updated: March 18, 2020, 3:08 PM IST
કોરોના વાયરસના કારણે અમિતાભ બચ્ચન શું ઘરમાં થયા બંધ? આ તસવીરની હકીકત જાણો
અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન સિવાય રાખી સાવંત પણ આ તસવીર શેર કરી છે.

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus)ને લઇને તંત્ર સજ્જ થયું છે. અને બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્રિટી પણ આ અંગે જાગૃતતા ફેલાવી રહ્યા છે. જે ખૂબ જ જરૂરી છે. આ તમામની વચ્ચે બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ કોરોના વાયરસ અંગે પોતાના ફોલોવર્સને જાગૃત કરી રહ્યા છે. તેવું જાણવા મળ્યું હતું કે તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી દીધા છે. જેથી તેમને કોરોનાનો ખતરો ના રહે. સાથે હાલમાં જ તેમણે ટ્વિટર પર એક હોમ ક્વારંટાઇનનો ઠપ્પો લગાયેલી તસવીર પણ શેર કરી છે. આવી મોહર ત્યારે લગાવવામાં આવે છે જ્યારે કોરોનાના કારણે કોઇ વ્યક્તિને આઇસોલેટ કરવામાં આવ્યો હોય ત્યારે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક હાથ પર આવા જ મોહરની તસવીરનો ફોટો શેર કર્યું છે. અને સાથે જ તેમણે લખ્યું છે કે મુંબઇમાં મતદાતા સાહીની સાથે હાથ પર મોહર લગાવાની શરૂ...સુરક્ષિત રહો, જો તમને સંક્રમણ હોય તો અલગ રહો."જે પછી મુંબઇ મહાનગરપાલિકાએ ઘરમાં પોતાને આઇસોલેટ રાખવા માટે જાગૃતતા ફેલવવા માટે અમિતાભને આભાર પણ વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચન સિવાય હોમ ક્વારંટાઇન વાળી આ સ્ટેપની ફોટો અભિનેત્રી રાખી સાવંતે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

અમિતાભ બચ્ચને કોરોના વાયરસ માટે સોશિયલ મીડિયામાં જાગૃતતા ફેલાય તે માટે આ ફોટો શેર કર્યો છે. વળી તેમણે આ પહેલા પણ એક વીડિયો શેર કર્યો હતો. વધુમાં તેમણે પ્રશંસકોની સાથે રવિવારે થનારી તેમની સાપ્તાહિક મુલાકાતને પણ રદ્દ કરી છે. તમને તે પણ જણાવી દઇએ કે બોલિવૂડના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારે પણ સોમવારે કોરોના વાયરસથી બચવા માટે સંક્રમણથી બચવા પોતાને આઇસોલેટ કર્યા હોવાની વાત ટ્વિટરના માધ્યમથી જણાવી હતી.
First published: March 18, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading