અમિતાભ બચ્ચનને ફેન્સે પુછ્યો વિચિત્ર પ્રશ્ન, તમે ક્યારે PM બનવાનું ઈચ્છતા હતા? મળ્યો મજેદાર જવાબ

News18 Gujarati
Updated: April 18, 2020, 4:04 PM IST
અમિતાભ બચ્ચનને ફેન્સે પુછ્યો વિચિત્ર પ્રશ્ન, તમે ક્યારે PM બનવાનું ઈચ્છતા હતા? મળ્યો મજેદાર જવાબ
અમિતાભ બચ્ચન (ફાઈલ ફોટો)

તે લાંબા સમયથી બ્લોગ લખે છે. તેમને એક ફેન્સે પ્રશ્ન કર્યો કે, શું તેઓ પ્રધાનમંત્રી બનવા માંગતા હતા? તેના પર અમિતાભ બચ્ચને મજેદાર જવાબ આપ્યો.

  • Share this:
મુંબઈ: મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બોલિવુડના એવા પસંદગીના કલાકાર છે, જે સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે, અને તેના માધ્યમથી પોતાના વિચારો રજૂ કરે છે. કોરોના વાયરસના કારણે હાલમાં તેઓ ઘરે જ છે અને પોતાના ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા મળતા રહે છે. તે લાંબા સમયથી બ્લોગ લખે છે. તેમને એક ફેન્સે પ્રશ્ન કર્યો કે, શું તેઓ પ્રધાનમંત્રી બનવા માંગતા હતા? તેના પર અમિતાભ બચ્ચને મજેદાર જવાબ આપ્યો.

ઉલ્લેખનીય છે કે, બીગ બી એટલે કે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો મુકી તેની જાણકારી આપી. પોતાની પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું કે, આજ મારા બ્લોગને 12 વર્ષ પૂરા થયા. 17 એપ્રિલ 2008ના રોજ તેની શરૂઆત કરી હતી. આજે 4424મો દિવસ છે. એક પણ દિવસ ચૂક્યા વગર હું રોજ લખુ છું...! તમને ભધાને ધન્યવાદ... તમારા પ્રેમ વગર આ સંભવ ન થઈ શક્યું હોત.

તેમની આ પોસ્ટ બાદ અનેક સેલેબ્સ અને ફેન્સે પોતાની પ્રતિક્રિયા આપી. તેમના એક ફેન્સે તેમને પુછ્યું, શું તમે ક્યારે પીએમ બનવા માંગતા હતા?. આ કોમેન્ટ વાંચ્યા બાદ અમિતાભે તૂરંત રિપ્લાય કર્યો અને કહ્યું, 'અરે યાર સવારે-સવારે શુભ બોલો' સાથે લાફિંગ ઈમોઝી પણ મુક્યું. બીગ બીનો આ જવાબ તેમના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

રાજનીતિનો સ્વાદ ચાખી ચુકેલા મહાનાયક અમિતાભ બચ્ચને વર્ષ 1984માં કોંગ્રેસની ટિકિટ પર ઈલાહાબાદથી લોકસભાની ચૂંટણી લડી હતી. લોકોએ તેમના પર ભરોસો કરી તેમને સંસદ સુધી પહોંચાડ્યા પરંતુ ત્રણ વર્ષ બાદ તેમણે રાજીનામું આપી દીધુ. ત્યારબાદ સપા સાથે પણ તેમના સંબંધ જોવા મળ્યા પરંતુ તેમણે ચૂંટણી ન લડી.

વર્કફ્રન્ટ પર વાત કરીએ તો, આ મહિને અમિતાભની 'ગુલાબો સિતાબો' રિલિઝ થવાની હતી. પરંતુ લોકડાઉનના કારણે હવે રિલિઝ ડેટને આગળ વધારવામાં આવી છે. આ સિવાય તે રૂમી ઝાફરીની ફિલ્મ 'ચેહરે', અયાન મુખરજીની ફિલ્મ 'બ્રહ્મશાસ્ત્ર' અને નાગરાજ મુંજલેની 'ઝુંડ'માં જોવા મળશે.
First published: April 18, 2020, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading