કોરોના વાયરસને અમિતાભ બચ્ચને બતાવ્યો 'ઠેંગો', ગાઇ આ કવિતા

News18 Gujarati
Updated: March 13, 2020, 3:22 PM IST
કોરોના વાયરસને અમિતાભ બચ્ચને બતાવ્યો 'ઠેંગો', ગાઇ આ કવિતા
અમિતાભ બચ્ચન

"બહુતેરે ઇલાજ બતાવે, જન જનમાનસ સબ, કેકર સુને કેકર નહીં," : અમિતાભ બચ્ચન

  • Share this:
ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ (Coronavirus) હવે અનેક દેશોમાં પહોંચી ગયો છે. ખાલી ભારતમાં જ તેના 70થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. અને કર્ણાટકમાં આનાથી હાલમાં જ એક વ્યક્તિની મોત થઇ છે. જે પછી કોરોનાથી ભારતમાં મૃત્યુ પામવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે બોલિવૂડ પણ કોરોનાને લઇને લોકોમાં જાગૃતતા ફેલાય તે માટે પ્રયાસ કરી રહ્યા છે. અને તેમાં સોશિયલ મીડિયામાં સદાય એક્ટિવ રહેતા અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાયું છે.

બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચને કોરોના પર એક રસપ્રદ કવિતા લખી છે. અને તેમણે આ કવિતા પોતે એક વીડિયોના માધ્યમથી સંભળાવી છે. કોરોના પર અમિતાભ બચ્ચનની આ કવિતા તેમણે ટ્વિટર પર શેર કરી છે. જેમાં અમિતાભ બચ્ચને કોરોના વિષે પોતાની સ્ટાઇલમાં સલાહ આપી છે.

તેમણે આ કવિતાના માધ્યથી લોકોને કોરોનાના નામે ભ્રમણા ફેલાવાથી દૂર રહેવાનું કહ્યું છે. સાથે જ લોકોથી હાથ મેળવવાના બદલે નમસ્તે કહેવા અને હાથને સાબુથી બરાબર સાફ કરવાની સલાહ પણ આપી છે. અમિતાભે આ કવિતામાં કહ્યું કે "બહુતેરે ઇલાજ બતાવે, જન જનમાનસ સબ, કેકર સુને કેકર નહીં, કોન બતાઇ ઇ સબ. કેઉ કહિસ કલોંજી પીસો, કેઉ આંવલા રસ. કેઉ કહિસ ઘર બેઠો, હિલો ને ઠસ મસ. ઇર કહન ઔર બીર કહન ઐસા કુછ ભી કરો-ના, બિન સાબુન કે હાથ ધોઇ કે કેઉ કા ભય્યા છુઔ ના. હમ કહા ચલો હમઉ કર દેત હૈ, જેસન બોલેં સબ. આવૈં દોઇ કોરોના-ફોરોના ઠેંગવા દિખાઇબ તબ"જો કે મહાનાયકનો આ કવિ અંદાજ અને તે દ્વારા કોરોના માટે જાગૃતતા ફેલવવાનો વિચાર લોકોને હાલ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વધુમાં કેપ્શનમાં તેમણે લખ્યું છે કે "હું Covid 19vs લઇને ચિંતત છું. મારે જ આ થોડી પંક્તિઓ લખી છે. કૃપા કરીને સુરક્ષિત રહો." ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે અક્ષય કુમારે સૂર્યવંશી ફિલ્મની રીલિઝને રોકી છે. તો બીજી તરફ આજે રજૂ થયેલી ફિલ્મ અંગ્રેજી મીડિયમને પણ ત્રણ રાજ્યમાં રિલીઝ થતી રોકવામાં આવી છે.
First published: March 13, 2020, 3:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading