જ્યારે બિગ બીને સલમાન ખાન સમજી બેઠો તે વ્યક્તિ...!

જ્યારે બિગ બીને સલમાન ખાન સમજી બેઠો તે વ્યક્તિ...!
સુજોય ઘોષની ફિલ્મ 'બદલા'માં અમિતાભ બચ્ચન અને તાપસી પાનુ લિડ રોલમાં છે. આ બીજી વખત છે જ્યારે બંને સાથે કામ કરી રહ્યાં છે.

સુજોય ઘોષની ફિલ્મ 'બદલા'માં અમિતાભ બચ્ચન અને તાપસી પાનુ લિડ રોલમાં છે. આ બીજી વખત છે જ્યારે બંને સાથે કામ કરી રહ્યાં છે.

 • Share this:
  ગ્લાસગો: તમને થશે કે બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને કોણ નથી ઓળખતું. હાલમાં મહાનાયક બિગ બી તેમની અપકમિંગ ફિલ્મ 'બદલા'નાં શૂટિંગ માટે ગ્લાસગોમાં છે. તેઓ સાથે અહીં ગ્લાસગોમાં એવી ઘટના થઇ ગઇ કે તમને પણ આશ્ચર્ય થશે. અહીં એક વ્યક્તિને ગલતફહમી થઇ ગઇ કે તેઓ સલમાન ખાન છે. અને તેણે કહી દીધુ.. હે સલમાન ખાન, કેમ છે?

  સ્કોટલેન્ડનાં ગ્લાસગોનાં રસ્તા પર બિગ બી ફરી રહ્યાં હતાં. ત્યારે આ ઘટના બની હતી. બિગ બીએ તેમનાં ટ્વિટર પર લખ્યુ કે, 'હું ગ્લાસગોનાં રસ્તા પર ચાલતો હતો ત્યારે મારી પાસે આવીને એક કાર રોકાઇ અને તેમાં બેઠેલો વ્યક્તિ જોરથી બોલ્યો, હે સલમાન ખાન, કેમ છે'  સુજોય ઘોષની ફિલ્મ 'બદલા'માં અમિતાભ બચ્ચન અને તાપસી પાનુ લિડ રોલમાં છે. આ બીજી વખત છે જ્યારે બંને સાથે કામ કરી રહ્યાં છે. આ પહેલાં તાપસી પાનુ અને બિગ બીએ 'પિંક' ફિલ્મમાં કામ કર્યુ હતું.  Published by:News18 Gujarati
  First published:June 28, 2018, 18:33 IST

  ટૉપ ન્યૂઝ