અમિતાભ બચ્ચનને થઇ આંધળા થવાની ચિંતા કહ્યું - હવે આંખો થાકી ગઇ છે

અમિતાભ બચ્ચનને થઇ આંધળા થવાની ચિંતા કહ્યું - હવે આંખો થાકી ગઇ છે
અમિતાભ બચ્ચન

'પહેલા જ શરીરમાં આટલી મેડિકલ મુશ્કેલીઓ છે તેમાં વધુ એક મુશ્કેલી શરૂ થશે કે શું?' : અમિતાભ બચ્ચન

 • Share this:
  બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના સ્વાસ્થયની ચિંતા સતાવી રહી છે. અને તેમણે આ જ ચિંતા હવે તેમના ફેન્સને પણ જણાવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મો અને સોશિયલ મીડિયા સિવાય પોતાના બ્લોગના કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. અને હાલમાં જ તેમણે પોતાના બ્લોગમાં કંઇક આવું જ લખ્યું છે. જેનાથી તેમના ફેન્સ ચિંતત છે. અમિતાભ બચ્ચને પોતાના આંખોની રોશનીને લઇને ચિંતા વ્યક્ત કરી છે. અમિતાભ બચ્ચને કહ્યું હવે તો ડર લાગે છે કે ક્યાંક હું આંધળો (Blind) ના થઇ જવુ!

  અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના બ્લોગમાં (Social Media) લખ્યું છે કે - આ આંખોમાં હવે તસવીરો ઝાંખી દેખાય છે. ધણીવાર આંખોથી બે વસ્તુઓ દેખાય છે. અને કેટલાક દિવસથી મને લાગે છે કે મને આંધાપો આવવાનો છે. પહેલા જ શરીરમાં આટલી મેડિકલ મુશ્કેલીઓ છે તેમાં વધુ એક મુશ્કેલી શરૂ થવાની છે. ડોક્ટરે ભરોસો આપ્યો છે કે હું આંધળો નહીં થવું. અને આ સ્ક્રીન વધુ જોવાના કારણે થઇ રહ્યું છે. જેની અસર આંખો પર પડી છે.  અમિતાભનો બ્લોગ


  તેમણે બ્લોગમાં લખ્યું કે ડૉક્ટરે દર કલાકે આંખમાં નાખવાના ડ્રોપ આપ્યા છે. કમ્પ્યૂટર પર વધુ સમય આપવાથી આવું થયું છે. આંખો થાકી ગઇ છે બીજું કંઇ નહીં.
  પોતાની મુશ્કેલીને વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાની માંના ધરેલુ નુસ્ખા પણ બતાવ્યા છે. અમિતાભે તે વાત પર ખુશી વ્યક્ત કરી છે કે તેમની માંના ધરેલુ નુસ્ખા કામમાં આવી રહ્યા છે. હાલ અમિતાભની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર અનેક લોકો વાંચી રહ્યા છે. સાથે જ તેમના શુભેચ્છકોએ તેમના સાજા થવાની કામના કરી છે.

  વર્ક ફંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન બેક ટૂ બેક ફિલ્મ કરીને આજે પણ આ ઉંમરે પણ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર, ગુલાબો-સિતાબો, ચેહરે અને ઝૂંડ જેવી આવનારી ફિલ્મોમાં દેખાશે. કોરોના વાયરસના કારણે હાલ તે સેલ્ફ આઇસોલેશનમાં છે. અને પોતાના ફેન્સનું મનોરંજન અને કોરોનાથી જાગૃતતા તે સોશિયલ મીડિયા દ્વારા ફેલાઇ રહ્યા છે. વળી આ મુશ્કેલ સમયમાં ગરીબો અને જરૂરીયાતમંદ લોકોના ખાવાની વ્યવસ્થા અમિતજી કરી રહ્યા છે. તે રોજ 2000 લોકોના પેટ ભરાય તે માટે આર્થિક સહાય કરી રહ્યા છે.
  First published:April 11, 2020, 09:32 am

  टॉप स्टोरीज