અમિતાભ બચ્ચને કોરોનાના ડરની વચ્ચે સંભળાવી હતી આશાવાદી કવિતા, હવે થઈ રહી છે વાયરલ

અમિતાભ બચ્ચને કોરોનાના ડરની વચ્ચે સંભળાવી હતી આશાવાદી કવિતા, હવે થઈ રહી છે વાયરલ
કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચન નાણાવટી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે

 • Share this:
  મુંબઈઃ હાલમાં બોલિવૂડના મહાનાયક એટલે કે અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તેમને મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ ઉપરાંત તેમના દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) પણ કોરોના સંક્રમિત છે પરંતુ બાકી બચ્ચન પરિવારના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યાં એક તરફ અમિતાભ બચ્ચન કોરોના વાયરસ (Coronavirus)ની ઝપટમાં આવતા લોકો હેરાન છે, બીજી તરફ પ્રાર્થનાઓનો દોર ચાલુ છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) પર અમિતાભ બચ્ચનની કવિતા વાયરલ થઈ રહી છે, જે તેઓએ કોરોનાના ડરની વચ્ચે આશાવાદી બનવા માટે લખી હતી.

  અમિતાભ બચ્ચન પોતાના પ્રશંસકો સાથે સતત જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. તેઓ સમગ્ર કોરોના કાળ દરમિયાન લોકોને કોરોનાથી સુરક્ષા માટે જાગૃતતા ફેલાવતા જોવા મળ્યા છે. અભિતાભ લોકોમાં આશા ઊભી કરવા માટે અનેકવાર પોઝિટિવ પોસ્ટ શૅર કરતા રહે છે, હાલમાં જ આ પ્રયાસમાં લખેલી તેમની એક કવિતા વાયરલ થઈ રહી છે. અમિતાભ બચ્ચનની આ કવિતા કંઈક આવી છે...


  View this post on Instagram

  This too shall pass ..

  A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on  આ પણ વાંચો, પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ

  નોંધનીય છે કે, આવી જ અનેક કવિતાઓ અને જાગૃતતા વીડિયો બનાવીને લોકોને કોરોના વાયરસથી બચવાની જાણકારી આપતા રહ્યા છે. આ ઉપરાંત પોતાના પ્રશંસકો અને શુભચિંતકોનું ધ્યાન રાખતા અભિતાભ બચ્ચને હાલમાં હૉસ્પિટલમાં દાખલ હોવા છતાંય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાના વિશે જાણકારી આપી છે.

  આ પણ વાંચો, જમાઈના સ્વાગતમાં સાસુએ પીરસી 67 વ્યંજનોની થાળી, જોઈને ઊડી જશે હોશ

  તેઓએ લખ્યું કે, હું કોરોના પોઝિટિવ છું. ત્યારબાદ હું હૉસ્પિટલમાં દાખલ છું. હૉસ્પિટલ દ્વારા પ્રશાસનને સૂચિત કરવામાં આવી રહ્યા છે. પરિવાર અને સ્ટાફના ટેસ્ટ થઈ ચૂક્યા છે અને તેમના તપાસ રિપોર્ટ આવવાના છે. આ ઉપરાંત છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને મારી વિનંતી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.
  Published by:Mrunal Bhojak
  First published:July 12, 2020, 07:30 am