બોલિવૂડના જાણીતા સ્ટાર આમીર ખાનની પુત્રી ઇરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના બોલ્ડ ફોટોઝના કારણે હંમેશા ચર્ચાનું કારણ બને છે. પણ હાલ થોડા સમય પહેલા જ તેણે પોતાના ડિપ્રેશન વિષે ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. 10 ઓક્ટોબરના રોજ વર્લ્ડ મેંટલ હેલ્થ દિવસ પર ઇરાએ આ મામલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે ચાર વર્ષથી ડિપ્રેશનમાં છે. અને તેમની સારવાર ચાલી રહી છે અને તે હવે ખૂબ સારી સ્થિતિમાં છે. ત્યારે હવે આ પછી ઇરાએ પોતાના વ્યક્તિગત જીવનને લઇને અન્ય એક મોટો ચોંકવનારો ખુલાસો કર્યો જેને સાંભળીને તમે પણ ચોંકી જશો!
ઇરાએ ફરી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પોતાની સાથે થયેલી કેટલીક અયોગ્ય ઘટનાઓ વાત કરી છે. તેણે કહ્યું કે નાનપણથી લઇને આજ દિવસ સુધી તે કંઇ વાતોને લઇને રોઇ છે અને કંઇ વાતનો કારણે તે મજબૂત બની છે. ઇરાના આ વીડિયોમાં ધણું બધું કહ્યું છે. સાથે જ તેણે પોતાના માતા પિતાના છૂટાછેડા પર પણ વાત કરી છે. સાથે જ ઇરાએ અન્ય એક મોટો ખુલાસો પણ કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેનું યૌન શૌષણ થયું હતું.
ઇરાના વીડિયોમાં તેણે જણાવ્યું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેનું શારિરીક શોષણ થયું છે. ત્યારે તેને નહતી ખબર કે તે વ્યક્તિ તેની સાથે શું કરે છે. આ વાતને સમજવામાં તેને એક વર્ષનો સમય લાગ્યો. તેણે કહ્યું કે આ વિષે મે મારા માતા-પિતાને વાત કરી અને ધીરે ધીરે વસ્તુઓ ઠીક થવા લાગી. મને તે વિચારી વધુ ગુસ્સો આવે છે કે મેં તે વ્યક્તિને આવું કરવા કેમ દીધું. ત્યારે જે થવાનું હતું તે થઇ ગયું!
ઇરાએ આ વીડિયોમાં જણાવ્યું કે અનેક લોકો મને પુછે છે કે તું ડિપ્રેશનમાં કેમ છે? પણ તેનો જવાબ હું પોતે નથી જાણતી. ઇરાના કહેવા મુજબ તેના માતા-પિતા તેમના છૂટાછેડા પછી પણ તેના સારા મિત્ર હતા. અને પૈસાની તેને કોઇ અછત નહતી. તેની પાસે સારા મિત્રો પણ હતા. પણ આ તમામ વાતો પછી પણ તે ડિપ્રેશનમાં હતી.