VIDEO: સ્કૂલના બાળકોના કાર્યક્રમમાં આ કલાકારે કરાવ્યો પોલ ડાન્સ, થયો વિવાદ

આ ઈવેન્ટમાં અર્ધનગ્ન હાલતમાં યુવતિઓએ પોલ ડાન્સ કર્યો. આ સાથે રેપરે મની ગનથી ચલણી નોટો ઉડાવી

News18 Gujarati
Updated: October 7, 2019, 5:13 PM IST
VIDEO: સ્કૂલના બાળકોના કાર્યક્રમમાં આ કલાકારે કરાવ્યો પોલ ડાન્સ, થયો વિવાદ
આ ઈવેન્ટમાં અર્ધનગ્ન હાલતમાં યુવતિઓએ પોલ ડાન્સ કર્યો. આ સાથે રેપરે મની ગનથી ચલણી નોટો ઉડાવી
News18 Gujarati
Updated: October 7, 2019, 5:13 PM IST
બૉલિવુડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મમાં નજર આવી ચુકેલા એક કલાકાત વિવાદમાં ફસાઈ ગયા છે. આ કલાકાર અન્ય કોઈ નહી પરંતુ જાણીતા રેપર સ્નૂપ ડૉગ છે. હાલમાં જ એક રેપરને એક સ્કૂલના બાળકોના પ્રોગ્રામમાં પરફૉર્મ કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પરફૉર્મેન્સ દરમિયાન એવું બન્યું કે, દેખવાવાળા બધા જ લોકો આશ્ચર્ય થઈ ગયા. આ ઘટના અમેરિકાના કંસાસમાં સ્થિત એક સ્કૂલની છે. અહીં સ્કૂલના બાળકો સામે યુવતીઓએ પોલ ડાંસ કર્યો અને નોટો ઉડાવી. આ ઘટાનાનો પૂરો વીડિયો સામે આવ્યો છે.

ધ વૉશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, અમેરિકન રાજ્ય કંસાસની એક સ્કૂલના વાર્ષિક કાર્યક્રમ 'લેટ નાઈટ ઈન ધ ફૉગ' રાખવામાં આવ્યો હતો. આ ઈવેન્ટ પર કેલ્વિન કોર્ડોજર બ્રોડ્સ જૂનિયર ઉપર રેપર સ્નૂપ ડોગને પરફોર્મેન્સ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે શરૂઆતમાં શાનદાર પરફોર્મેન્સ કર્યું પરંતુ આ દરમિયાન તેણે અશ્લિલતાની તમામ હદ પાર કરી દીધી. આ ઈવેન્ટમાં અર્ધનગ્ન હાલતમાં યુવતિઓએ પોલ ડાન્સ કર્યો. આ સાથે રેપરે મની ગનથી ચલણી નોટો ઉડાવી. તેણે સ્ટેજ પર લગભગ 30 મિનીટ પરફોર્મેન્સ આપ્યું.

આ ઈવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પૂરો મામલો સામે આવ્યો. લોકોએ ક્રિટીસાઈઝ કરવાનું શરૂ કર્યું તો સ્કૂલ પ્રશાસને માફી માંગી છે. સ્કૂલ પ્રશાસન તરફથી માફી નામુ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, શુક્રવાર રાત્રે રેપર સ્નૂપ ડોગના પરફોર્મેન્સ માટે અમે માફી માંગીએ છીએ.


Loading...



જ્યારે કંસાસ એથલેટિક વિભાગે આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે, રેપર સ્નૂપ ડોગનો વિચાર પેપર પર સારો લાગી રહ્યો હતો પરંતુ ઈવેન્ટમાં જે થયું તેનાથી બાળકો પર ખરાબ પ્રબાવ પડ્યો. તમને જણાવી દઈએ કે, સ્નૂપ ડોગે અક્ષય કુમારની હિટ ફિલ્મ 'સિંગ ઈઝ કિંગ'માં રેપ સોન્ગ પણ કર્યું છે. તે એક પ્રખ્યાત અમેરિકન રેપર છે, જે અભિનેતાની સાથે ફિલ્મ નિર્માતા પણ છે.
First published: October 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...