હવે ઓનલાઇન રિલીઝ થશે અમિતાભ બચ્ચન અને આયુષ્માનની ‘ગુલાબો સિતાબો’, જાણો રિલીઝની તારીખ

News18 Gujarati
Updated: May 14, 2020, 10:19 AM IST
હવે ઓનલાઇન રિલીઝ થશે અમિતાભ બચ્ચન અને આયુષ્માનની ‘ગુલાબો સિતાબો’, જાણો રિલીઝની તારીખ
ફિલ્મ ગુલાબો સિતાબોનું પોસ્ટર

લોકડાઉનના કારણે ફિલ્મ સિનેમા હોલ સુધી ન પહોંચી શકતાં અંતે અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરાશે

  • Share this:
મુંબઈઃ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની આવનારી ફિલ્મ ગુલાબો સિતાબો (Gulabo Sitabo)ની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ લૉકડાઉને આ ફિલ્મને સિનેમા હોલ સુધી ન પહોંચવા દીધી. હવે મેકર્સે આ ફિલ્મને ઓનલાઇન રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. નિર્દેશક શુજિત સરકારની આ ફિલ્મ હવે અમેઝોન પ્રાઇમ વીડિયો (Amazon Prime Video) પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું પ્રીમિયર 12 જૂનના રોજ છે.

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાએ જોતે સોશિયલ મીડિયા પર પોતાના પ્રશંસકોને આ વાતની જાણકારી આપી છે.આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની આ ફિલ્મ ગુલાબો સિતાબોની જાહેરાત ગયા વર્ષે મે મહિનામાં કરવામાં આવી હતી. શૂજિત સરકારની આ ફિલ્મને આ વર્ષે 17 એપ્રિલે રિલીઝ કરવાની હતી, પરંતુ દેશમાં માર્ચ મહિનાથી લાગુ લૉકડાઉનના કારણે ફિલ્મની રિલીઝ પર સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા. એવામાં હવે મેકર્સે આ ફિલ્મને ઓનલાઇન રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મમાં અમિતાભ અને આયુષ્માન મજેદાર જોડીમાં જોવા મળશે.

આ પણ વાંચો, આમિર ખાનના 25 વર્ષથી ‘પડછાયો’ રહેલા અમોસનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ

નોંધનીય છે કે, આ પહેલા ફિલ્મ ગૌમૂત્રને પણ સિનેમા હોલને બદલે સીધી ઓનલાઇન રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો, WHOએ આપી ચેતવણી, શક્ય છે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ નહીં થાય!
First published: May 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading