સાઉથના સુપરસ્ટારે ખરીદી કરોડો રુપિયાની દમદાર કાર

અલ્લૂ અર્જુને આ તસવીર શેર કરી છે

Allu Arjun એ તજેતરમાં જ કરોડોની લક્ઝરી એસયૂવી ખરીદી છે.

  • Share this:
દક્ષિણના સ્ટાર અલ્લૂ અર્જુને એક નવી લક્ઝરી કાર ખરીદી છે. વિશ્વની સૌથી મોંઘી કાર માનવામાં આવતી રેન્જ રોવરની કાર અર્જુને ખરીદી છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી કારની તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું કે, એક નવી કાર ઘરે આવે છે. ત્યારે મારા મગજમાં ફક્ત એક જ વસ્તુ હોય છે તે જીવન પ્રત્યે મારુ એક્સાઇટેડ છે.

અર્જુનની કારનું આ રેન્જ રોવર લેટેસ્ટ મોડલ છે. આ કારની કિંમત 2.3 કરોડ છે. આ ચમકતી કાળી કાર એવી છે કે તેને જોયા પછી તમામ લોકોની પસંદગી કાર બની જાય. આ વાહન પહેલા અર્જુન રોયલ વેનિટી વાન ખરીદવાને લઇને ચર્ચામાં હતો. તેણે રોયલ વેનિટી વેન ફાલ્કન ખરીદ્યી હીતી. તેને ભારત બેંઝ ચેસિસ પર બનાવવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે આના પર બાંધવામાં આવેલા વાહનો વધુ દિવસો સુધી દોડતા રહે છે. હાલમાં અર્જુનની નવી કાર માટે અભિનંદન મળી રહ્યા છે. તેના ચાહકો આ સમાચારને લઈને ખૂબ ઉત્સાહિત છે.
સલમાન ખાનને મોંઘી કારનો ખૂબ શોખ છે. આ જ વર્ષે તેણે રેન્જ રોવર પણ ખરીદ્યી. સલમાને રેંજ રોવર એસયુવી ખરીદી હતી. સલમાનની નવી રેંજ રોવર Range Rover Autobiography લોન્ગ વ્હીલ બેઝ વર્ઝન છે. મુંબઈમાં તેની એક્સ શોરૂમ કિંમત 1.87 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત સલમાનની લક્ઝરી કાર કલેક્શનમાં ઓડી, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ જેવા મોટા નામ શામેલ છે.

સાઉથ હીરો અલ્લૂ અર્જુને પેરૂ સૂર્યા, ના ઈલ્લૂ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો, આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખાસ વખાણ થયા હતા. પરંતુ નવી ખરીદેલી લકઝરી કારનના કારણે ચર્ચામાં આવ્યો છે.

આ પહેલા અલ્લૂએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ લક્ઝરી વેનિટી વેનની કેટલીક તસવીરો શેર કરી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
Published by:Bhoomi Koyani
First published: