આલિયા ભટ્ટ 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં બનશે માફિયા ડૉન

News18 Gujarati
Updated: October 21, 2019, 11:12 AM IST
આલિયા ભટ્ટ 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં બનશે માફિયા ડૉન
આલિયા ભટ્ટ

સંજય લીલા ભણસાળીની ફિલ્મમાં આલિયા ભજવશે આ ગુજરાતી મહિલાનો રોલ!

  • Share this:
સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની આવનારી ફિલ્મ ગૂંગાબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiyawadi) માં આલિયા ભટ્ટ (Alia Bhatt) મુખ્ય ભૂમિકા ભજવશે. ગંગૂબાઇ કાઠિયાવાડી ફિલ્મ 2020 માં 11 સપ્ટેમ્બરે રીલિઝ થશે. આલિયા ભટ્ટ સિવાય અન્ય કોણ કલાકાર આ ફિલ્મમાં હશે તે અંગે હજી કોઇ સ્પષ્ટતા નથી થઇ. ગંગૂબાઇ મુંબઇની માફિયા ક્વીન હતી. મુંબઇના મોટા મોટા માફિયાથી લઇને નેતાઓ સુધી ગંગૂબાઇની નામની ધાક પડતી હતી. આ જ કારણે તેમને ક્વીન કહેવામાં આવતી હતી. ગંગૂબાઇ કાઠિયાવાડી ફિલ્મ પણ આજ માફિયા ક્વીન પર આધારીત છે.

ન્યૂજ એજન્સી ભાષા મુજબ જયંતીલાલ ગડાની પેન ઇન્ડિયા લિમિટેડની સાથે સંજય લીલા ભણસાલી ગંગૂબાઇ કાઠિયાવાડી સાથે સહ નિર્માણ કરશે. ગંગૂબાઇ કાઠિયાવાડીની જાહેરાતના એક મહિના પહેલા આલિયા ભટ્ટે કહ્યું કે તે પ્રતિષ્ઠિત નિર્માતાની સાથે જલ્દી જ કામ કરશે.

જો કે આ પહેલા સંજય લીલા ભણસાલી ઇંશા અલ્લાહ નામની ફિલ્મ પણ બનાવાના હતા. પણ આ ફિલ્મ પ્રોજેક્ટ હાલ સાઇડમાં મૂકી દેવામાં આવ્યો છે. ઇંશા અલ્લાહમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાન એક સાથે નજરે પડવાના હતા. પણ સલમાન ખાને ઓન સ્ક્રીન આલિયાને કિસ ન કરવાની વાતે આ ફિલ્મ હવે લટકી પડી છે. બીજી તરફ આલિયા ભટ્ટ હવે ટૂંક સમયમાં બ્રહ્માસ્ત્રમાં રણબીર સાથે નજરે પડશે. આ ફિલ્મમાં આલિયા સાથે અમિતાભ બચ્ચન, રણવીર કપૂર, ડિમ્પલ કાપડિયા, નાગાર્જૂન અને મોની રોય પણ નજરે પડશે. આ ફિલ્મ પણ 2020 ના રોજ રીલિઝ થશે.
First published: October 21, 2019, 10:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading