આલિયા ભટ્ટને આવ્યો ગુસ્સો, કહ્યું મને પૂછ્યા વગર આવી ખબરો ન ફેલાવો

News18 Gujarati
Updated: January 22, 2020, 11:59 AM IST
આલિયા ભટ્ટને આવ્યો ગુસ્સો, કહ્યું મને પૂછ્યા વગર આવી ખબરો ન ફેલાવો
જો કે આ સિવાય પણ આલિયા ભટ્ટના જીવનમાં એક એવો પાસો છે જે તેના નાનપણની દુખી યાદો સાથે જોડાયેલો છે. આ વાતોને આજે પણ યાદ કરી આલિયા રડી પડે છે. અને આવું જ કંઇક એક ઇવેન્ટ દરમિયાન થયું જ્યારે બહેન શાહિન ભટ્ટ વાત નીકળતા જ આલિયા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

આલિયા ભટ્ટે જ્યારે લખ્યું "મમ્મી સાથે સેલ્ફી ટાઇમ કારણ કે પીઠમાં ઇજા થઇ છે."

  • Share this:
અભિનેત્રી આલિયા ભટ્ટને (Alia Bhatt) ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીના સેટ પર ઇજા થઇ તેવી ખબર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આલિયા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી હતી. જે પછી આ ચર્ચા સોશિયલ મીડિયા પર ફેલાઇ ગઇ કે આલિયા સેટ પર ઇજાગ્રસ્ત થઇ છે. આ ઇન્સ્ટા સ્ટોરીમાં આલિયા તેની પાળતૂ બિલાડી એડી સાથે નજરે પડે છે. અને કેપ્શન લખ્યું છે મમ્મી સાથે સેલ્ફી ટાઇમ કારણ કે પીઠમાં ઇજા થઇ છે.

રાતના 2 વાગે આથી શ્રેષ્ઠ કરવા માટે કંઇ નથી. આ તસવીરમાં આલિયા સુઇ રહી છે અને બાજુમાં તેની બિલાડી બેઠી છે. સોશિયલ મીડિયામાં આ તસવીર મૂકાતા જ લોકોને લાગ્યું કે આલિયા ગંગૂબાઇ કાઠિયાવાડીના શૂટિંગના કારણે ઘાયલ થઇ છે. વળી આલિયાના ફેન્સ પણ આ અંગે વધુ જાણવા માટે ઉત્સુક હતા. અને લોકોએ તેની તબિયત સારી થઇ જાય તે માટે પ્રાર્થના પણ કરવા લાગ્યા.

આલિયા ભટ્ટનું નિવેદન


વળી મીડિયામાં પણ આ વાતને લઇને સ્ટોરી લખાવા લાગી. જો કે આ તમામ વાતથી આલિયા ભટ્ટ ગુસ્સે ભરાઇ ગઇ. અને તેણએ વધુ એક ઇન્સ્ટા સ્ટોરી મૂકી આ મામલે સ્પષ્ટતા આપી. આલિયાને તે વાતનો ગુસ્સો આવ્યો કે કેમ તેને પુછ્યા વગર લોકોએ જાતે જ માની લીધું કે તે ગંગુબાઇના સેટ પર ઇજાગ્રસ્ત થઇ છે. કારણ કે આ ઇજાનો આલિયાની જૂની ઇજામાંથી એક હતી. અને તેનો ગંગુબાઇ ફિલ્મ સાથે કોઇ સંબંધ નહતો.

આજ કારણે આલિયાએ પોતાના સ્ટેટમેન્ટ કહ્યું કે ગંગુબાઇ કાઠિયાવાડીના સેટ પર તેમને કોઇ ચોટ નથી આવી. આ તેમની જૂની ઇજા છે. અને સાથે જ ગુસ્સે ભરાયેલી આલિયાએ કહ્યું કે આવી ખોટા સમાચારમાં કોઇ સચ્ચાઇ નથી. બીજી વખતે તેમના મામલે ખોટા રિપોર્ટ લખતા પહેલા તેમનું વર્ઝન લઇ તેને કન્ફર્મ જરૂર કરી લેજો! વળી આલિયાએ ગેટ વેલ સૂનના મેસેજ મોકલનાર તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. આલિયાએ વધુમાં કહ્યું કે તે પાછલા કેટલા દિવસ સંપૂર્ણ રીતે બ્રેક લઇને આરામ કરી રહી હતી. અને હવે હું કામ પર પાછી ફરીશ.
First published: January 22, 2020, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading