Home /News /entertainment /

તો શું આલિયા-રણબીરે કરી લીધા લગ્ન? જાણો શું છે આ વાયરલ તસવીરની હકીકત

તો શું આલિયા-રણબીરે કરી લીધા લગ્ન? જાણો શું છે આ વાયરલ તસવીરની હકીકત

આ તસવીરો જોયા બાદ ચાહકોમાં હલચલ મચી ગઇ છે.

આ તસવીરોમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) દુલ્હન બનેલી જોવા મળી રહી છે. રણબીર કપૂર (Ranbir Kapoor) વરરાજાના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે.

    બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના અફેરને લઈને પહેલા પણ અનેક અફવાઓ સામે આવી છે. કોફી વિથ કરણના એક એપિસોડમાં આલિયાએ રણબીર સાથેના તેના સંબંધો અંગે સંકેત આપ્યો છે. આ બંને સુપરસ્ટાર અનેક ઇવેન્ટ્સ પર સાથે જોવા મળ્યાં છે. બંનેના પરિવારો વચ્ચે ખૂબ સારુ બોન્ડિંગ પણ છે. તાજેતરમાં રણબીર કપૂર અને આલિયાના લગ્નના ફોટાની કેટલીક તસવીરો વાયરલ થતાં જ લોકોને આશ્ચર્ય થયું હતું.

    વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં આલિયા દુલ્હનના ડ્રેસમાં સંપૂર્ણ રીતે જોવા મળી રહી છે. રણબીર કપૂર પણ તેની સામે વરરાજાના ડ્રેસમાં ઉભો છે. જ્યારે રણબીર આલિયાની પ્રશંસા કરી રહ્યો છે, ત્યારે આલિયા પણ શરમાળ દેખાઈ રહી છે. આ તસવીરો રણબીર આલિયાના ફેનપેઇઝે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો જોયા બાદ ચાહકોમાં હલચલ મચી ગઇ. દરેક કોઇ પૂછે છે કે શું આ બંનેના લગ્ન થઇ ગયા છે?



    આ તસવીરની સત્યતા જાણીને તમને આશ્ચર્ય થશે. આ તસવીર સંપૂર્ણપણે નકલી છે. આ તસવીરમાં આલિયા વાસ્તવિક છે પણ રણબીર કપૂરનો ફોટોશોપ કરેલો ફોટો બતાવવામાં આવ્યો છે. આ ફોટા આલિયાની તાજેતરની કપડાની બ્રાન્ડની જાહેરાતમાંથી લેવામાં આવ્યા છે. આ એડમાં આલિયા દુલ્હન બનેલી જોવા મળી રહી છે અને વરરાજામાં બીજું કોઈ મોડેલ નહીં પણ રણબીર છે.




    અનેક દિવસથી એવા અહેવાલો આવી રહ્યા છે કે રણબીર અને આલિયા જલ્દીથી લગ્ન કરી શકે છે. જો કે આલિયા ભટ્ટ કે રણબીર કપૂરે હજી સુધી તેમના સંબંધો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ બંને પરિવારો તરફથી લગ્ન અંગે પણ કોઈ નિવેદન આવ્યું નથી. ચાહકો આ બંનેના લગ્નના સમાચારોની રાહ જોઈ રહ્યા છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Alia bhat marriage, Alia Bhatt, ENT, Ranbir Kapoor, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन