વર્ષ 2020ના આ મહિનામાં રણબીર અને આલિયા લેશે લગ્નના સાત ફેરા

News18 Gujarati
Updated: February 7, 2020, 5:54 PM IST
વર્ષ 2020ના આ મહિનામાં રણબીર અને આલિયા લેશે લગ્નના સાત ફેરા
રણબીર અને આલિયા

ઓપન મેગેઝિન મુજબ રણબીર અને આલિયાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

  • Share this:
ફિલ્મ જગતના મોસ્ટ એલિઝેબલ બેચલર તેવા એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt)ના લગ્ન નક્કી થઇ ગયા છે. ફિલ્મ પત્રકાર રાજીવ મસંદે તેમના ઓપન મેગેઝિનમાં લખ્યું છે કે આ બંનેના લગ્નનો મહિનો નક્કી થઇ ગયો છે. રાજીવ મસંદના કહેવા મુજબ ડિસેમ્બર 2020માં આ સ્ટાર લગ્ન બંધને બંધાશે. તેમણે જણાવ્યું કે બ્રહ્માસ્ત્રની રીલિઝ ડિસેમ્બરમાં છે અને તે પછી જ તેમના લગ્નની તારીખ નક્કી કરવામાં આવી છે.

ઓપન મેગેઝિન મુજબ રણબીર અને આલિયાના લગ્નની તૈયારીઓ શરૂ દીધી છે. રણબીરના પિતાની ખરાબ તબિયતની વચ્ચે પણ બંને પરિવાર આ લગ્નને લઇને ઉત્સાહી છે. 4 ડિસેમ્બરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલિઝ થવાની છે. અને તે પછી સમય બગાડ્યા વગર આ બંને લગ્ન કરશે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટે સંજય ભણસાળીની ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અને તે પછી તે બ્રેક લેવાની છે. ગંગુબાઇ સિવાય આલિયા મુગલકાળને રજૂ કરતી ફિલ્મ તખ્તનો પણ ભાગ છે. અને તે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલની અલગી કડીમાં પણ નજરે પડશે.

તો બીજી તરફ રણબીર બ્રહ્માસ્ત્ર પછી કરણ મલ્હોત્રાની ફિલ્મ શમશેરામાં નજરે પડશે. અને તેપછી તે થોડો સમય પરિવારને આપશે તેમ મનાય છે. સાથે જ ઋષિ કપૂરની તબિયત પણ સારી નથી માટે રણબીર થોડો સમય પિતાને પણ આપવા માંગે છે. ત્યારે આ મેગેઝિનની વાત માનીએ તો રણબીર અને આલિયા આ વર્ષના અંતમાં લગ્ન બંધને બંધાઇ જશે.
First published: February 7, 2020, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading