Home /News /entertainment /અક્ષય કુમાર બનશે સત્તાવાર રીતે ભારતીય! પ્રક્રિયા શરૂ કરી પોતે જાણકારી આપી

અક્ષય કુમાર બનશે સત્તાવાર રીતે ભારતીય! પ્રક્રિયા શરૂ કરી પોતે જાણકારી આપી

અક્ષય કુમાર ભારતીય પાસપોર્ટ બનાવે છે

Akshay Kumar: અક્ષય કુમાર હવે ભારતીય પાસપોર્ટ બનાવાના જઈ રહ્યો છે. અક્ષય કુમારે તેની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. હાલ અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે. આને લઈ અક્ષય કુમારે હમણાં જ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તે ટૂંક સમયમાં તેમનો ભારતીય પાસપોર્ટ બનીને તૈયાર થઈ જશે.

વધુ જુઓ ...
    Akshay Kumar: અક્ષય કુમાર હવે ભારતીય પાસપોર્ટ બનાવાના જઈ રહ્યો છે. અક્ષય કુમારે તેની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. હાલ અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે. આને લઈ અક્ષય કુમારે હમણાં જ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તે ટૂંક સમયમાં તેમનો ભારતીય પાસપોર્ટ બનીને તૈયાર થઈ જશે. માહિતી પ્રમાણે અક્ષય કુમાર તેની નાગરિકતાને લઈને ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યો છે.

    અક્ષય કુમારે ભારતીય પાસપોર્ટમાં અરજી કરી


    દેશભક્તિની ફિલ્મો બનાવી લોકોના દિલોમાં રાજ કરવા વાળા અક્ષય કુમાર ટૂંક સમયમાં ભારતીય બનવા જઈ રહ્યા છે. અક્ષય કુમારે ભારતીય પાસપોર્ટમાં અરજી કરી છે. અત્યાર સુધી અક્ષય કુમાર પાસે કેનેડાનો પાસપોર્ટ હતો. હવે ટૂંક સમયમાં તે ભારતીય બનવા જઈ રહ્યા છે. થોડા જ સમયમાં તેનો ભારતીય પાસપોર્ટ બનવા જઈ રહ્યો છે. હિંદુસ્તાન ટાઈમ્સના આપેલા ઇન્ટરવ્યુંમાં તેણે જણાવ્યુ કે, તેનો ભારતીય પાસપોર્ટ બનાવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થોડા જ સમયમાં તેનો ભારતીય પાસપોર્ટ બનીને આવી જશે.

    આ પણ વાંચો: અક્ષય કુમારે કહ્યુ કે, ‘હુ હેરાહેરી 3નો ભાગ નથી’ જાણો અક્ષયે કેમ લીધો આ નિર્ણય?

    2019માં ભારતીય પાસપોર્ટ બનાવાનું વચન આપ્યુ હતું.


    અક્ષય કુમારે 2019માં Hindustan Times Leadership Summitમાં કહ્યુ હતુ કે, તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી. હમણા જ Hindustan Timesને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે નવી વાત જણાવી છે. અક્ષય કુમારે જણાવ્યું કે, ‘મે 2019માં જ પાસપોર્ટ માટે અરજી કરી દીધી હતી. પરંતુ તે બાદ કોરોના આવી ગયો અને પછી બધું બંધ થઈ ગયું અઢી વર્ષ પછી બધુ રાબેતા મુજબ શરૂ થયુ છે. હવે મે ફરી તેના માટે પ્રોસેસ શરૂ કરી દીધી છે. ટુંક સમયમાં ભારતીય પાસપોર્ટ બની જશે.’

    નાગરિકતા માટે ઘણી વખત વિવાદો થયો


    અક્ષય કુમારે છેલ્લા કેટલાક સમયથી દેશભક્તિ અને સાંસ્કૃતિક ફિલ્મોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. પોતાના એક્શન હીરોની ઈમેજ સાથે અક્ષય કુમારે ઘણા આર્મી ઓફિસરોની ભૂમિકાથી ઘણી પ્રશંસા મેળવી છે. જો કે અક્ષય કુમાર એક સમયે તેની નાગરિકતાને લઈને વિવાદોમાં પણ આવી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર લોકોએ અક્ષય કુમાર વિરુદ્ધ ઘણો અવાજ ઉઠાવ્યો હતો. લોકોએ આરોપ લગાવ્યો હતો કે, અક્ષય કુમાર પાસે કેનેડાની નાગરિકતા છે અને તે દેશભક્ત હોવાનો ઢોંગ કરે છે. આ અંગે ભારે હોબાળો પણ જોવા મળ્યો હતો.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Akshay Kumar News, Bollywood actor, Bollywood News in Gujarati, Indian passport rules

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन