અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાના પગે લાગ્યું પ્લાસ્ટર, કહ્યું - પગ ભગાવવાનો આજ શ્રેષ્ઠ સમય છે!

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાના પગે લાગ્યું પ્લાસ્ટર, કહ્યું - પગ ભગાવવાનો આજ શ્રેષ્ઠ સમય છે!
અક્ષય અને ટ્વિંકલ

 • Share this:
  રવિવારે અક્ષય કુમાર (Akshay Kumar) પોતાની પત્ની ટ્વિકંલ ખન્ના (Twinkle Khanna)ને લઇને લોકડાઉનના સમયે ઘરની બહાર નીકળ્યા હતા અને સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા. ટ્વિંકલ ખન્નાએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ટ્વિકંલે સાફ કર્યું હતું કે તે કોરોના વાયરસના કારણે નહીં પણ કોઇ બીજા કારણે હોસ્પિટલ જઇ રહી છે. થયું તેવું કે ટ્વિંકલના પગમાં મોચ આવતા તેમને પ્લાસ્ટર કરાવવા હોસ્પિટલ જવું પડ્યું હતું. હવે ટ્વિંકલે એક તસવીર શેર કરતા કહ્યું કે છેવટે તેમના બાળકોએ તેમના પ્લાસ્ટના કેવા હાલ કર્યા છે. અને કેમ લોકડાઉનના સમયે પગ ભાગવો સારું છે!

  ટ્વિંકલ ખન્નાએ થોડા સમય પહેલા એક પોસ્ટ શેર કરીને છે. તેમાં ઘરમાં બેઠી છે અને બહાર ગાર્ડન દેખાય છે. સાથે જ તેમના પગમાં પ્લાસ્ટર પણ છે. આ પ્લાસ્ટર પણ કંઇક લખ્યું પણ છે. આ પોસ્ટમાં ટ્વિંકલે લખ્યું કે કરણ કપાડિયાથી મળેલી સલાહ મુજબ મારા બાળકોએ મારા પ્લાસ્ટર પર ટિક ટોક રમ્યું છે. પોતાનો પગ તોડવાનો આ સારો સમય છે કારણ કે આમ પણ તમે ક્યાં જઇ શકવાના નથી.  ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારે કોરોના વાયરસ સામે લડવા માટે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ ડોનેટ કર્યા છે. ટ્વિકંલે પોતાના પતિ દ્વારા આટલી મોટી રકમ દાનમાં આપવાના વખાણ કરતા કહ્યું કે મને આ વ્યક્તિ પર ગર્વ છે. જ્યારે મેં તેને પુછ્યું કે શું તે ખરેખરમાં આટલી મોટી રકમ ડોનેટ કરવા માંગે છે તો તેણે કહ્યું કે મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે મારી પાસે કંઇ નહતું. અને આજે જે હું છું તે છું કે કોઇને કંઇ આપી શકું તો જેની પાસે કંઇ નથી તેને આપવામાં હું કેમ પોતાની જાતને રોકું. ઉલ્લેખનીય છે કે કોરોના માટે આટલી મોટી રકમ દાનમાં આપવા માટે અક્ષય કુમારના સોશિયલ મીડિયામાં ભરપેટ વખાણ થઇ રહ્યા છે. જે ખરેખરમાં સરાહનીય કામ છે.
  Published by:News18 Gujarati
  First published:March 30, 2020, 18:27 pm

  ટૉપ ન્યૂઝ