નવરાત્રીમાં લક્ષ્મી બન્યો અક્ષય કુમાર, શેર કર્યો Laxmmi Bombનો Look

(Akshay Kumar) અક્ષય કુમારે ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' માં પોતાનો લૂક શેર કરતાં લખ્યું છે કે નવરાત્રીનો સંબંધ આપણી આંતરિક શક્તિ અને તેની આપણી ક્ષમતાને ઉજવવાનો છે.

News18 Gujarati
Updated: October 3, 2019, 1:34 PM IST
નવરાત્રીમાં લક્ષ્મી બન્યો અક્ષય કુમાર, શેર કર્યો Laxmmi Bombનો Look
અક્ષય કુમારે ફિલ્મ લક્ષ્મી બોમ્બ માં પોતાનો લૂક શેર કર્યો છે.
News18 Gujarati
Updated: October 3, 2019, 1:34 PM IST
અક્ષય કુમારે 'ભૂલ ભુલૈયા' જેવી હોરર કૉમેડી ફિલ્મથી દર્શકોનું દિલ જીતી લીધું છે. હવે તે ટૂંક સમયમાં હોરર કૉમેડી ફિલ્મ લક્ષ્મી બોમ્બમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય એક મહિલાની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયે થોડા સમય પહેલા આ ફિલ્મમાં તેનો લૂક શેર કર્યો છે. આ તસવીરમાં અક્ષય કુમાર મા દુર્ગાની પ્રતિમાની સામે ઉભો જોવા મળે છે.

આ તસવીર શેર કરતા અક્ષય કુમારે લખ્યું, 'નવરાત્રીનો સંબંધ આપણી આંતરિક શક્તિ અને અપાર ક્ષમતાનો ઉત્સવ માનાવવાનો છે. આ પવિત્ર પ્રસંગે હું લક્ષ્મી તરીકે મારો લૂક શેર કરી રહ્યો છું. એક એવું પાત્ર જેના માટે હું ઉત્સાહિત પણ છું અને નર્વસ પણ છું .. પણ જીવન જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ તમારું આરામદાયક જીવન સમાપ્ત થાય છે.
 

Loading...
View this post on Instagram
 

Navratri is about bowing to the inner goddess and celebrating your limitless strength. On this auspicious occasion, I am sharing with you my look as Laxmmi. A character I am both excited and nervous about... but then life begins at the end of our comfort zone... isn’t it? #LaxmmiBomb


A post shared by Akshay Kumar (@akshaykumar) on

આ ફિલ્મમાં અભિનેત્રી કિયારા અડવાણી અક્ષય સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 5 જૂને રિલીઝ થશે. સુપરહિટ ફિલ્મ 'કંચના' માં મહત્વની ભૂમિકા નિભાવનાર અને 'કંચના 2'નું દિગ્દર્શન કરનાપા રાઘવ લૉરેન્સ' લક્ષ્મી બોમ્બ'નું દિગ્દર્શન કરશે. આ અક્ષયની ફિલ્મ દક્ષિણની સુપરહિટ ફિલ્મ 'કંચના' ની હિન્દી રિમેક છે.
આ પણ વાંચો: War Review: રિતિક અને ટાઇગરની ફિલ્મથી નિરાશ થયા લોકો, આવા છે રિવ્યૂબોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર હાલમાં પોતાની  સફળતા અને આગામી ફિલ્મ 'હાઉસફૂલ-4'ને લઈને  ચર્ચામાં છે. હાઉસફૂલ ફ્રેન્ચાઈઝીનો આ ચોથો  મણકો કૉમેડી અને પીરિયડ ડ્રામાનું સંયોજન છે.

આ પણ વાંચો: HOUSEFULL 4ની ટીમનો ડ્રાઇવર બન્યો અક્ષય કુમાર, સામે આવ્યો Video

તાજેતરમાં એનું ટ્રેલર રિલીઝ થયું. જોકે આ ટ્રેલર રિલીઝ થતા જ ફિલ્મ મેકરો મુસીબતમાં આવી ગયા છે. ફિલ્મના મેકરો પર મ્યુઝિકની ચોરી કરવાનો ગંભીર આરોપ મૂકાયો છે.
First published: October 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...