અક્ષય કુમારે વીડિયો શેર કરીને કહ્યું - કોરોના રજા પર નથી ગયો!

News18 Gujarati
Updated: March 21, 2020, 12:02 PM IST
અક્ષય કુમારે વીડિયો શેર કરીને કહ્યું - કોરોના રજા પર નથી ગયો!
અક્ષય કુમાર

અક્ષય કુમારે કહ્યું કે આ રેસમાં આપણે જીતવું જ પડશે.

  • Share this:
અક્ષય કુમારે વીડિયો શેર કરીને કહ્યું - કોરોના રજા પર નથી ગયો!
કોરોના વાયરસના (Coronavirus) કારણે જ્યાં દુનિયામાં મૃત્યુઆંક વધી રહ્યો છે ત્યાં જ બોલીવૂડ જાણીતા સેલેબ્રિટી પણ લોકોને આ અંગે જાગૃતતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આગળ આવી રહ્યા છે. અને હવે આ મામલે બોલીવૂડ (Bollywood) જાણીતા અભિનેતા અક્ષય કુમાર (Akshay kumar)નું પણ નામ જોડાયું છે. બોલિવૂડના અનેક સેલેબ્રિટી હાલ પોતાને સેલ્ફ આઇસોલેશન રાખી રહ્યા છે. અને લોકોને પણ શક્ય હોય તેટલું ઘર રહી સ્વસ્થ રહેવાની સલાહ આપી રહ્યા છે.

તેમ છતાં એ વાત પણ નકારી નથી શકાતી કે લોકો હજી પણ આ બિમારીને ગંભીરતાથી નથી લઇ રહ્યા. અને આજ કારણે બોલિવૂડ એક્શન સ્ટાર અક્ષય કુમારે લોકો એક વીડિયો શેર કરીને લોકોની ક્લાસ લગાવી છે.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને લોકોને ઘરમાં રહેવાની અને સ્વસ્થ રહેવાની અપીલ કરી છે. સાથે જ કોરોનાને બ્રેક કરવાની વાત પણ કહી છે. અક્ષય કુમારે કહ્યું કે "મુંબઇ એરપોર્ટ પર જે લોકો બહારથી આવી રહ્યા છે તેમને કોરોનાની રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.
તેમની પર એક સ્ટેમ્પ લગાવી તેમને હોમ કવારંટાઇન માટે હોટલમાં મોકલવામાં આવી રહ્યા છે. અને તેમને 2 સપ્તાહ માટે લોકોથી દૂર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. પણ તેમ છતાં આ લોકો પાર્ટી, લગ્ન અને ફરવા જઇ રહ્યા છે આ તમારી કેવી માનસિકતા છે. કોરોના કંઇ રજા પર નથી ગયું તે ઓવર વર્ક કરી રહ્યું છે અને આપણે કોરોનાને જીતતા રોકવાનું છે."અક્ષય કુમારે આ વીડિયોમાં નામ લીધા વગર કનિકા કપૂર જેવી સેલેબ્રિટી જે ઘરે રહેવાના બદલે પાર્ટીઓમાં જઇ બીજા લોકોને પણ આ રોગ ફેલાવી રહ્યા છે તે વાત પર પણ રોષ વ્યક્ત કર્યો. સાથે જ તેમને કહ્યું કે આ એક તેવી રેસ છે જેને આપણે જીતવી જ રહી. અત્યારે જે ડોક્ટર્સ, નર્સ, પોલીસ કે ઓથોરીટીના લોકો મહેનત કરી રહ્યા છે તેની વચ્ચે લંગડી ના મારો.
First published: March 21, 2020, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading