Home /News /entertainment /

Sooryavanshi Trailer Out : આતંકવાદીઓનો ખાતમો કરશે અક્ષય કુમાર, 2020નો સૌથી મોટો ધમાકો

Sooryavanshi Trailer Out : આતંકવાદીઓનો ખાતમો કરશે અક્ષય કુમાર, 2020નો સૌથી મોટો ધમાકો

ઉલ્લેખનીય છે કે પહેલીવાર અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી સાથે કામ કરી રહ્યા છે. ત્યારે અક્ષયે જણાવ્યું કે રોહિત સાથે કામ કરવું ખૂબ સરળ છે. હું તેને 28 વર્ષોથી જાણું છું. ત્યારે તે એક આસિસ્ટેંટ હતો અને આજે મોટો ડાયરેક્ટર. અમને બંનેને એક્ટિંગ અને કોમેડીનો શોખ છે. અમે આ ફિલ્મ ખાલી 55-60 દિવસમાં પૂરી કરી લીધી.

આ ફિલ્મ 24 માર્ચના રોજ રિલિઝ થશે.

    રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી મચઅવેટેડ ફિલ્મ સૂર્યવંશી (Sooryabanshi) નું ટ્રેલર આજે રજૂ થઇ ગયું છે. ચાર મિનિટના ટ્રેલરને અત્યાર સુધીમાં હજારો લોકો જોઇ ચૂક્યા છે. અને રોહિત શેટ્ટીની આગામી સીરિઝ પ્રમાણે આ ટ્રેલર પણ દમદાર એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના લીડ રોલમાં છે. ટ્રેલર જોતા જ સમજાય છે કે ફિલ્મની સ્ટોરી સ્પીલિંગ સેલ અને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ પર આધારિત છે. જેમાં અજય દેવગણ અને રણવીર સિંહ એક કેમિયા પણ દમદાર રોલ ભજવશે.

    ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં પહેલી વાર રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર એક સાથે કામ કરતા નજરે પડશે. અક્ષય કુમાર આ ફિલ્મમાં સુપર કોલનો રોલ ભજવી રહ્યા છે. અને ફિલ્મના વિલેન તરીકે અભિમન્યુ સિંહ નજરે પડે છે. આ સિવાય ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને જેકી શ્રોફ પણ છે. સૂર્યવંશી આ ફિલ્મમાં આતંકવાદીઓ સામે લડત આપી રહ્યા છે. અને તે મુંબઇના એન્ટી ટેરરિઝમ સ્કોર્ડના અધિકારી છે. જે આંતકીઓનો ખતમો કરતા નજરે પડે છે.


    ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 24 માર્ચના રોજ રિલિઝ થશે.પહેલા આ ફિલ્મ થોડી મોડી રિલીઝ થવાની હતી પણ અન્ય ફિલ્મો સાથે ક્લેશના કારણે આ ફિલ્મની તારીખ આગળ વધારવામાં આવી છે. આ ફિલ્મના ક્લાયમેક્સ સીનમાં તમને સિમ્બા, સિંધમ અને સૂર્યવંશી એટલે કે રણવીર, અજય અને અક્ષય સાથે નજરે પડશે. ત્યારે આ પહેલા રોહિત શેટ્ટીની સીરીઝમાં પહેલાની સીરિઝની જેમ જ આ ફિલ્મ પણ હિટ સાબિત થશે તેવું ટ્રેલર જોઇને લાગે છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Sooryavanshi, અક્ષય કુમાર, બોલીવુડ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन