કુશલ પંજાબીના મોતથી આટલો ઇમોશનલ થયો અક્ષય કુમાર, કરી મોટી જાહેરાત

News18 Gujarati
Updated: December 30, 2019, 4:14 PM IST
કુશલ પંજાબીના મોતથી આટલો ઇમોશનલ થયો અક્ષય કુમાર, કરી મોટી જાહેરાત
કુશલ પંજાબીને લઈ અક્ષય કુમારે કહી આ વાત (ફાઇલ તસવીર)

અક્ષય કુમાર કુશલ પંજાબીના મોતથી ખૂબ જ દુ:ખી જોવા મળ્યો, મીડિયા સામે કરી દીધી મોટી જાહેરાત

  • Share this:
મુંબઈ : થોડાક દિવસ પહેલાં જ ટીવી અને બૉલિવૂડના જાણીતા અભિનેતા કુશલ પંજાબી (Kushal Punjabi Suicide)એ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. આ સમાચારે સમગ્ર ઇન્ડસ્ટ્રીને હલાવીને રાખી દીધી હતી. ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કુશલના અનેક મિત્રોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દુ:ખ વ્યક્ત કર્યું છે. કુશલના એક નજીકના મિત્રએ ખુલાસો કરતાં કહ્યું હતું કે તે ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો, તેને કારણે કુશલે આવું પગલું ભર્યું. આ દરમિયાન એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar)એ પણ કુશલ દ્વારા ભરવામાં આવેલા આત્મહત્યાના પગલા પર પ્રતિક્રિયા આપી છે. આ દરમિયાન તે ઘણો દુ:ખી જોવા મળ્યો. આ દરમિયાન અક્ષયે મોટું એલાન પણ કરી દીધું.

અક્ષય કુમારે કુશલ પંજાબી અને તેના ડિપ્રેશનને લઈ મીડિયા સાથે વાત કરી. ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ, અક્ષયે કહ્યું કે, મેં તેની સાથે કામ કર્યું છે...દરેકની જિંદગીમાં કોઈક મુશ્કેલી તો હોય જ છે. કેટલાક લોકો આ વાત સમજી લે છે. કેટલાક લોકો નથી સમજી શકતા. દરેકના જિંદગીમાં પરિવારનું મહત્વ હોય છે. આપણને નથી ખબર કે લોકો આવું કેમ કરે છે, કંઈક તો કારણ રહ્યું હશે. હું માત્ર એટલું જ કહી શકું કે મુશ્કેલીઓનો સામનો કરો, બહાદુર બનો. અક્ષયે આ દરમિયાન ડિપ્રેશન પર ફિલ્મ બનાવવાનું મોટું એલાન પણ કરી દીધું.

અક્ષયે કહ્યું કે, જિંદગી સુંદર છે, તમને એક સુંદર શરીર મળ્યું છે. તમારા માતા-પિતાએ તમને ઉછેર્યા છે. તમને જન્મ આપ્યો છે. હું જાણું છું કે મારા માટે કહેવું સરળ છે, પરંતુ હું માનું છું કે દરેકને લડવું જોઈએ અને કામ કરવું જોઈએ. પોતાની જીવ ન આપવો જોઈએ. આ ખૂબ જ દુખદ છે. અક્ષયે એમ પણ કહ્યું કે, જો મને તક મળશે તો હું ડિપ્રેશન પર ફિલ્મ ચોક્કસ બનાવીશ. આ મોટો મુદ્દો છે જેની સામે દેશ લડી રહ્યો છે.

કુશલ પંજાબી ડિપ્રેશનમાં હતો. (ફાઇલ તસવીર)


કુશલ પંજાબીના મિત્ર ચેતન હંસરાજે ડિપ્રેશનના કારણે આત્મહત્યાની વાતને કન્ફર્મ કરી હતી. તેના જણાવ્યા મુજબ, કુશલ છેલ્લા કેટલાક સમયથી લગ્ન જીવનમાં બધું ઠીક ન હોવાના કારણે ડિપ્રેશનમાં હતો. ચેતને કહ્યું હતું કે, તે પત્નીથી અલગ થવાના દુ:ખથી પીડાઈ રહ્યો હતો. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ હતો. મેં થોડા દિવસ પહેલા જ તેની સાથે વાત કરી હતી. તેને મને જણાવ્યું હતું કે તે ઘણો ડિસ્ટર્બ છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તે આવું કોઈ પગલું ઉઠાવી લેશે.

આ પણ વાંચો, પાકિસ્તાનનો આ મોટો ક્રિકેટર બોલ્યો- જય શ્રીરામ, પ્રશંસકોએ કહ્યું, આખું ભારત તારી સાથે!
First published: December 30, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading