Home /News /entertainment /'કંઈક નવું કરવા જઈ રહ્યો છુ...' વીડિયો શેર કરીને આપી જાણકારી, જાણો અક્ષય કુમારનો માસ્ટર પ્લાન

'કંઈક નવું કરવા જઈ રહ્યો છુ...' વીડિયો શેર કરીને આપી જાણકારી, જાણો અક્ષય કુમારનો માસ્ટર પ્લાન

ફોટોઃ @akshaykumar

અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે દાવો કર્યો છે કે તે થોડા સમયમાં કંઈક નવું કરવા જઈ રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

    મુંબઈઃ અક્ષય કુમાર એક પછી એક ફિલ્મો કરી રહ્યા છે. હાલમાં જ અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ' રિલીઝ થઈ છે, જે દર્શકોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેના પહેલા તે ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'માં જોવા મળ્યો હતો. ભલે બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકી. પરંતુ, તે હાલ ફિલ્મોને લઈને ઘણી ચર્તામાં આવે છે. હવે આ બધાની વચ્ચે અક્ષય કુમારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે, તે કંઈક નવું કરવા જઈ રહ્યો છે.

    અક્ષય કુમારે ટ્વિટર પર વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ છે, 'કંઈક નવું કરવામાં જે મજા છે તેની વાત જ કંઈક અલગ છે...આના પર જલ્દી કંઈક બીજુ પણ.'

    આ પણ વાંચોઃ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરીની પહેલી તસવીર થઈ વાયરલ, શું તમે જોઈ ?

    વીડિયામાં અક્ષય કુમાર વ્હાઇટ નેક ટી-શર્ટ અને બ્લૂ પેન્ટમાં સોફા પર બેઠેલો જોવા મળે છે. તે વીડિયો ક્લિપમાં હસતા-હસતા એવું કહેતો જોવા મળે છે કે, કંઈક નવું કરવા જઈ રહ્યો છું.. ખૂબ જ મહેનત કરી છે અને ઘણા સમયથી કરી રહ્યો છુ. તમારા લોકો સાથે શેર કરુ છુ, જણાવું છુ.. કમાલની વસ્તુ છે.



    આ પણ વાંચોઃ 'હેરી પોટર'માં સૉર્ટિંગ હૅટને પોતાનો અવાજ આપનાર હાસ્ય અભિનેતા લેસ્લી ફિલિપ્સનું થયું નિધન

    અક્ષય કુમારનો આ વીડિયો સામે આવતા જ ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે. ફેન્સ એ જાણવા માંગે છે કે, અક્ષય શું નવું કરવા જઈ રહ્યો છે. એક તરફ અક્ષયને તેનમા ફેન્સ નવા કામ માટે શુભકામના પાઠવી રહ્યા છે. ત્યાં બીજી તરફ યુઝર્સ ટ્રોલ કરી રહ્યા છે કે, જે કરવું હોય હવે નવું જ કરજો નહીંતર ફરી ફ્લોપ થવાનો વારો આવશે.

    આ પણ વાંચોઃ બચ્ચન નહીં આ છે બોલિવૂડના 'Big-B'ની અસલી અટક, આ કારણે પિતાએ અપનાવ્યુ નવું ઉપનામ

    અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમારના હાથમાં હાલ ઘણી મોટી ફિલ્મો છે.

    હેરા ફેરી 3, ઓહ માય 9 ગૉડ 2, કેપ્સૂલ ગિલ, ગોરખા, બડે મિયાં છોટે મિયાં અને સેલ્ફી સહિત ઘણી ફિલ્મો રિલીઝ થવાની લિસ્ટમાં સામેલ છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Akshay Kumar News, Entertainment news, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन