હવે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પણ થશે OTT પ્લેટફોર્મ પર રિલીઝ, કરોડોમાં વેચાયા રાઇટ્સ

News18 Gujarati
Updated: May 29, 2020, 10:39 AM IST
હવે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ પણ થશે OTT પ્લેટફોર્મ પર રિલીઝ, કરોડોમાં વેચાયા રાઇટ્સ
ગુલાબો-સિતાબો અને શકુન્તલા દેવી બાદ અક્ષયની લક્ષ્મી બોમ્બ ઓનલાઇન થશે રિલીઝ, તારીખની જાહેરાત હજુ બાકી

ગુલાબો-સિતાબો અને શકુન્તલા દેવી બાદ અક્ષયની લક્ષ્મી બોમ્બ ઓનલાઇન થશે રિલીઝ, તારીખની જાહેરાત હજુ બાકી

  • Share this:
મુંબઈઃ લૉકડાઉન (Lockdown)ના કારણે ભારતની અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. બોલિવૂડ (Bollywood) જગતને પણ કોરોનાથી ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. લૉકડાઉનના કારણે ન તો નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને ન તો ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું. કેટલાક ફિલ્મ મેકર્સે જ્યાં ફિલ્મોની રિલીઝ તારીખ લંબાવી દીધી છે તો કેટલાક લોકો હવે ફિલ્મોને સિનેમાઘરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની ના પાડી ચૂક્યા છે. ગુલાબો-સિતાબો અને શકુન્તલા દેવી બાદ હવે બોલિવૂડના ખેલાડી એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar) અને એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ લક્ષ્મી બોમ્બ (Laxmmi Bomb) OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ 22 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જો બધું ઠીક રહ્યું તો ફિલ્મ પોતાનો કમાલ બતાવતી હોત, પરંતુ લૉકડાઉનના કારણે ફિલ્મ રિલીઝ નથી થઈ શકી. પિન્કવિલાના એક અહેવાલ મુજબ, આ ફિલ્મનું પ્રીમિયર હૉટસ્ટાર (Hotstar) પર કરવામાં આવશે. શરૂઆતમાં થોડી અસહમતિ હતી, પરંતુ હવે બધા સહમત છે, ફિલ્મ હવે ખરેખર ઓનલાઇન રિલીઝ થશે. લોકોના મનમાં એ સવાલ હતો કે જો આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે તો કોઈ એનાઉસમેન્ટ કેમ કરવામાં નથી આવી.
આ પણ વાંચો, અક્ષયે જાહેરમાં હાથ થોડી ટ્વિન્કલની માફી માંગી, કહ્યું ‘મારા પેટ પર લાત ન મારો’

તેના વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે ફિલ્મમાં થોડું કામ હજુ બાકી છે. આ કામને પૂરું કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગી શકે છે. તેથી મેકર્સ લૉકડાઉન ખતમ થવાની રાહ જોઈ રહ્યા છે, જેથી વહેલી તકે ફિલ્મનું બાકી કામ પૂરું થઈ શકે અને ત્યારબાદ જ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવે.

મીડિયા રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ વેચવામાં આવ્યા છે. સામાન્ય રીતે એક મોટી ફિલ્મના ડિજિટલ રાઇટ્સ મહત્તમ 60-70 કરોડના રેકોર્ડ કિંમતે વેચવામાં આવે છે. પરંતુ આ ફિલ્મ રિલીઝ નહીં થાય અને સીધી ડિજિટલ પર જોવા મળશે તેથી તેઓએ તેના માટે એક મોટી કિંમત એટલે કે 125 કરોડ રૂપિયા મેળવ્યા છે. નોંધનીય છે કે, આ ફિલ્મ સલમાન ખાનની રાધે સાથે ટકરાવવાની હતી.

આ પણ વાંચો, કંગનાએ 40 કરોડમાં ખરીદી પોતાના પ્રોડક્શન હાઉસની ઓફિસ, જુઓ Unseen Inside Photos
First published: May 29, 2020, 10:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading