25 કરોડનું દાન કર્યા પછી અક્ષય કુમારે ફરી BMCને આપ્યું આટલા કરોડનું દાન

અક્ષય કુમાર

વધુમાં અક્ષયે હાલમાં જ #DilSeThankyouનું અભિયાન પણ શરૂ કર્યું હતું.

 • Share this:
  કોરોનાવાયરસ (Coronavirus) વિરુદ્ધ જંગમાં જ્યાં આખો દેશ હાલ એકજૂટ થયો છે ત્યારે 24 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારીને ગંભીરતાથી લેતા દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું. જે પછી વડાપ્રધાને તમામ લોકોને PM Careમાં યથાશક્તિ દાન કરવાની પણ અપીલ કરી હતી. જે પછી બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓએ મોટી રકમની દાનની જાહેરાત કરી હતી. જેમાં બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારનું આગળ પડતું હતું કારણ કે અક્ષય કુમારે 25 કરોડ રૂપિયાની રકમ દાન કરી હતી. અને હવે ફરી એક વાર અક્ષય કુમારે મદદ માટે હાથ લંબાવ્યો હતો.

  બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારે આ મુશ્કેલીની સ્થિતિમાં BMCને 3 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. અક્ષયે આ દાન પીપીઇ, માસ્ક અને કોરોના ટેસ્ટિંગ કિટ માટે કર્યું છે.
  આ પહેલા પણ જ્યારે અક્ષય કુમારે પીએમ કેર ફંડમાં 25 કરોડની રાશિ દાન કરી હતી. તો તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે જ્યારે આપણે પણ આવો ખતરો મંડરાય છે તો આ વચ્ચે આપણે કંઇકને કંઇ કરવું જોઇએ. હું મારી બચતમાંથી 25 કરોડ રૂપિયાનું દાન પીએમ રાહત કોષમાં કરી રહ્યું છું. ચલો જીવન બચાવીએ કારણે કે જિંદગી છે તો દુનિયા છે.


  વધુમાં અક્ષય કુમારે કોરોના વાયરસ સામે લડવાની આ જંગમાં કેટલાક સોશિયલ મીડિયાના અભિયાન પણ શરૂ કર્યા છે. તેમણે હમણાં જ #DilSeThankyouનું અભિયાન પણ શરૂ કર્યું હતું. જેમાં તેમના સિવાય બીજા બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા હતા. આ દ્વારા તેમણે કોરોના સામે પ્રત્યક્ષ રીતે જંગ લડી રહેલા પોલીસ કર્મી અને ડોક્ટર્સ અને વર્કર્સમો આભાર માન્યો હતો. અને મુંબઇ પોલિસના પણ વખાણ કર્યા હતા. સાથે જ લોકોને ઘરમાં રહેવા માટે અપીલ પણ કરી હતી.
  Published by:Chaitali Shukla
  First published: