Birthday પહેલા અજય દેવગણે બોલિવૂડના જૂનિયર આર્ટિસ્ટને આપી આટલા લાખની ભેટ

News18 Gujarati
Updated: April 1, 2020, 6:29 PM IST
Birthday પહેલા અજય દેવગણે બોલિવૂડના જૂનિયર આર્ટિસ્ટને આપી આટલા લાખની ભેટ
અજય દેવગણ

અજય દેવગણ સમેત આ સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસ પર જૂનિયર આર્ટીસ્ટની મદદ માટે હાથ લંબાવ્યો છે.

  • Share this:
અજય દેવગણ (Ajay Devgn)નો 2 એપ્રિલના રોજ જન્મદિવસ છે ત્યારે પોતાના 51માં જન્મદિવસ પહેલા (ajay devgn birthday) તેમણે કોરોના વાયરસ અને લોકડાઉનના આ સમયમાં કંઇક ખાસ કર્યું છે. અજયે પોતાના જન્મદિવસ પહેલા બોલિવૂડના જૂનિયર આર્ટિસ્ટ અને ડેલી વેજસ પર કાર કરતા વર્કરોને ભેટ આપી છે. અજયે લોકડાઉનના સમયે રોજનું રોજ કમાણી કરતા વર્કરો માટે કુલ 51 લાખ રૂપિયાની સહાય કરી છે. બીજી તરફ રોહિત શેટ્ટીએ પણ ડેલી વેજીસ વર્કર્સને 51 લાખની સહાય કરી છે. અજય દેવગણે આ રકમ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લાઇને ડોનેટ કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ મુંબઇના ફિલ્મ સ્ટુડિયામાં લોકડાઉનના કારણે કોઇ પણ એડ, સિરિયલ કે ફિલ્મોનું શૂટિંગ બંધ છે. કોરોનાના પ્રકોપને ઓછો કરવા માટે લોકોને ઘરે જ રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને મુંબઇમાં કોરોના કેસની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રોજની રોજ કમાણી કરતા જૂનિયર આર્ટીસ્ટ, સ્પોર્ટ બોય અને લાઇટ મેન જેવા લોકોના માથે આફત પડી ગઇ છે. જો કે ફિલ્મ જગતના જાણીતા સ્ટાર્સ આ કપરા સમયે તેમની મદદ માટે આગળ આવ્યા છે અને તેમાં હવે અજય દેવગણનું નામ પણ જોડાયું છે. વધુમાં સલમાન ખાને પણ ઇન્ડસ્ટ્રીના 25,000 કર્મચારીની મદદ કરવાની વાત કરી છે.



ત્યારે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇ સંસ્થાના જનરલ સેક્રેટરી અશોક દુબે ન્યૂઝ 18 સાથે વાતચીતમાં અજય દેવગણે બુધવારે 51 લાખની મદદ કરી છે તે વાત સ્વીકારી હતી. સાથે જ સલમાન ખાનને અને 18,000 જેટલા વર્કર્સની બેંક ડિટેલ મોકલી હોવાની વાત અશોક દુબે કરી હતી. વધુમાં યશરાજ પ્રોડક્શન પણ આ વર્કર્સ માટે મદદ કરશે તેમ જાણવા મળ્યું હતું.
First published: April 1, 2020, 6:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading