Home /News /entertainment /એશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યા સાથે બાપ્પાના કર્યા દર્શન, ફેન્સ માટે પણ કરી પ્રાર્થના
એશ્વર્યા રાય બચ્ચને દીકરી આરાધ્યા સાથે બાપ્પાના કર્યા દર્શન, ફેન્સ માટે પણ કરી પ્રાર્થના
ફોટોઃ @aishwaryaraibachchan_arb
એશ્વર્યા રાય બચ્ચને ગઈ કાલે પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. એશ્વર્યાના જન્મ દિલસ પર પતિ અભિષેક બચ્ચને ખાસ અંદાજમાં તેણીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. એટલું જ નહીં, ફેન્સે પણ એશ્વર્યાને શુભકામના પાઠવી હતી જેનાથી તેણી ખૂબ જ ખુશ છે અને તેની ખુશી દર્શાવતા એક સુંદર નોટ લખીને આભાર માન્યો છે.
એશ્વર્યાએ તેણીની દિકરી આરાધ્યા બચ્ચનની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીરમાં બંને સિદ્ધિવિનાયક મંદિરે બાપ્પાના આશિર્વાદ લેતા જોવા મળી રહી છે.
એશ્વર્યા રાય બચ્ચન દીકરી આરાધ્યા સાથે ફોટો ક્લિક કરતી વખતે પોઝ આપી રહી છે. એશ્વર્યા અને આરાધ્યા બંનેના મોઢા પર ખૂબ જ સુંદર સ્મિત જોવા મળી રહ્યુ છે.
એશ્વર્યાની આ તસવીર પાછળ ગણપતિ બાપ્પાની પ્રતિમા દેખાઈ રહી છે. એશ્વર્યાએ આ તસવીર શેર કરતાં તેણીના ફેન્સનો આભાર પણ માન્યો છે.
એશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, "આભાર! તમારા સૌનો પ્રેમ, હાર્દિક શુભકામનાઓ, આશિર્વાદ અને આટલી સકારાત્મકતાની માટે ખૂબ-ખૂબ ધન્યવાદ...હંમેશા ખૂબ જ પ્રેમ. ભગવાન ભલું કરે."
એશ્વર્યા રાય બચ્ચને પોતાના 49માં જન્મદિવસના ખાસ અવસર પર સિદ્ધિવિનાયક મંદિર જઈને ગણપતિ બાપ્પાના આશિર્વાદ લીધા હતાં. તેણીની સાથે દીકરી આરાધ્યા પણ હતી.
એશ્વર્યાને શુભકામના આપતા પતિ અભિષેક બચ્ચને તે બંનેની પહેલી ફિલ્મ 'ઇરુવર'ની એક ખાસ તસવીર શેર કરી હતી.
'ઇરુવર'ને મણિરત્નમ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્ષ 1994માં એશ્વર્યા રાયના મિસ વર્લ્ડ બન્યા બાદ 1997માં આવી હતી.
આ ફિલ્મ એશ્વર્યાની ડેબ્યૂ ફિલ્મ હતી. અભિષેકે ફોટો શેર કરતાં લખ્યુ હતું, 'હેપ્પી બર્થડે વાઇફી! પ્રેમ, પ્રકાશ, શાંતિ અને શાશ્વત સફળતા.'
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર