આમિર ખાન-કિરણ રાવના છૂટાછેડા પછી, Ira Khanની સસ્પેન્સ પોસ્ટથી ખલબલી, લોકો વિચારમાં પડી ગયા

ઈરા ખાનની પોસ્ટ વાયરલ

દરેક લોકો વિચારમાં પડી ગયા છે કે, આવતીકાલે ઇરા શું રિવ્યૂ કરવાની છે અને શું થવાનું છે? જુઓ ઈરાે શું લખ્યું છે - તમે પણ કન્ફ્યૂઝ થઈ જશો

 • Share this:
  નવી દિલ્હી : બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનના કિરણ રાવ સાથેના બીજા લગ્ન પણ તૂટી ગયા છે. લગ્નના 15 વર્ષ બાદ છૂટાછેડા લઈ બંને અલગ થઈ ગયા છે. આમિર અને કિરણે સંયુક્ત નિવેદન જાહેર કરીને ચાહકોને આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, તે બંને હવે પતિ-પત્નીને બદલે પોતાનું જીવન અલગથી જીવશે. તેમની 20 વર્ષની મિત્રતા અને 15 વર્ષના લગ્નના બંધન તૂટવાના સમાચાર આવ્યા બાદ ચાહકો ચોંકી ગયા હતા. ત્યારે, હવે આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી ઇરા ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને બધાને વિચરવા મજબૂર કરી દીધા છે.

  પાપા આમિરના છૂટાછેડા પછી ઇરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા એક પોસ્ટ કરતા લખ્યું છે કે, 'અગલા રિવ્યૂ કલ!, આગે ક્યા હોને વાલા હૈ' ઇરાની આ પોસ્ટથી લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે અથવા એમ કહી શકાય કે, તેણે દરેકને વિચારતા કરી દીધા છે.

  આ પણ વાંચોરાહુલની ફીની વ્યવસ્થા કરવામાં અમિતાભની આના-કાનીના કારણે બંને પરિવારના સંબંધો બગડ્યા: પુસ્તકમાં દાવો

  દરેક લોકો વિચારી રહ્યા છે કે, આવતીકાલે ઇરા શું રિવ્યૂ કરવાની છે અને શું બનશે. આપને જણાવી દઈએ કે, શનિવારે છૂટાછેડાની ઘોષણા પછી આમિર ખાન અને કિરણ રાવ હવે તેમના ચાહકો માટે એક વીડિયો મેસેજ માટે એક સાથે આવ્યા હતા. પૂર્વ દંપતીએ હાથ પકડીને તેમના તમામ ચાહકોને ખાતરી આપી કે, હજુ પણ તેઓ એક જ પરિવારનો ભાગ છે.

  (ફોટો Instagram @khan.ira)


  શેર કરેલા વીડિયોમાં આમિર ખાન અને કિરણ રાવ એકબીજાની સાથે બેઠા જોવા મળે છે અને તેમના ચાહકોને સંબોધન કરતા કહે છે કે- 'આ જાણી તમને પણ દુખ થયું હશે. સારું નહીં લાગ્યું હોય, શોક લાગ્યો હશે. અમે તમને ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે, અમે બંને ખૂબ જ ખુશ છીએ અને અમે એક પરિવાર છીએ. અમારા સંબંધોમાં પરિવર્તન આવ્યું છે. પરંતુ, અમે એકબીજાની સાથે છીએ, તમે લોકો ક્યારેય આવો વિચારશો નહીં.'
  Published by:kiran mehta
  First published: