શ્રીદેવી પછી હવે Shraddha kapoor બનશે 'નાગિન', 3 પાર્ટમાં બનેશે આ ફિલ્મ

શ્રીદેવી પછી હવે Shraddha kapoor બનશે 'નાગિન', 3 પાર્ટમાં બનેશે આ ફિલ્મ
શ્રીદેવી અને શ્રદ્ધા કપૂર

શ્રદ્ધાએ આ ફિલ્મો સાઇન કરી છે. અને આ ફિલ્મ માટે શ્રદ્ધા ખૂબ જ એક્સાઇટેડ છે. તેણે કહ્યું કે તેણે નાગિન ફિલ્મમાં શ્રીદેવીને જોઇ છે અને તે આ રોલ ભજવવા માટે આતુર છે.

  • Share this:
    બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) હવે બહુ જલ્દી રૂપેરી પડદે એક નવા અવતાર સાથે જોવા મળશે. આ ખબર મુજબ શ્રદ્ધા કપૂર હવે બોલિવૂડમાં 'નાગિન'નું પાત્ર ભજવશે. બોલિવૂડ ફિલ્મમેકર નિખિલ દ્વિવેદી નાગિન પર આધારિત એક ફિલ્મ લઇને આવી રહ્યા છે. આ ફિલ્મને ત્રણ ભાગોમાં બનાવવામાં આવશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક ખબર મુજબ શ્રદ્ધાએ આ ફિલ્મો સાઇન કરી છે. અને આ ફિલ્મ માટે શ્રદ્ધા ખૂબ જ એક્સાઇટેડ છે. તેણે કહ્યું કે તેણે નાગિન ફિલ્મમાં શ્રીદેવીને જોઇ છે અને તે આ રોલ ભજવવા માટે આતુર છે.

    ઉલ્લેખનીય છે કે આ પહેલા મોટા પરદા પર શ્રીદેવી સિવાય રેખા અને રીના રોય પણ નાગ કન્યાના રોલ નિભાવ્યા છે. આમ બોલિવૂડની મોટી અભિનેત્રીઓ અત્યાર સુધીમાં આ નિભાવી ચૂકી છે. આ પહેલા શ્રદ્ધા વર્ષ 2018માં આવેલી તેમની ફિલ્મ સ્ત્રીમાં પણ એક ચુડેલના રોલમાં દેખાય છે. જેને પણ દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. ત્યારે આ વાત પર હાલ સોશિયલ મીડિયામાં જોરદાર પ્રતિક્રિયાઓ મળી રહી છે. જો કે હજી સુધી આ ફિલ્મનું નામ શું હશે તે પર સ્પષ્ટતા નથી આપવામાં આવી.





    આ ફિલ્મ વિષે વાત કરતા શ્રદ્ધા કપૂરે કહ્યું કે તે સ્ક્રીન પર નાગિન ફિલ્મ કરીને ખૂબ જ ખુશ છે. અને તેણે આ પહેલા બોલિવૂડ લેજન્ડ તેવી શ્રીદેવીની ફિલ્મો નગીના અને નિગાહે જોઇ છે. અને તે શ્રીદેવીને જોતા જ મોટી થઇ છે. માટે તે રોલ રૂપેરી પડદા પર નિભાવીને ખૂબ જ ખુશ છે. રિપોર્ટ્સની માનીએ તો નિખિલ દ્વિવેદી દ્વારા નિર્મિત આ ફિલ્મ મૂળ રૂપે એક લવ સ્ટોરી છે. અને તેને થોડાક સ્પેશ્યલ ઇફેક્ટ્સની સાથે ત્રણ ભાગોમાં બનાવવામાં આવશે. ત્યારે ટીવી પર તો નાગિન સીરીયલ હિટ રહી છે રૂપેરી પડદે આ ફિલ્મ કેટલી હિટ રહેશે તે હવે જોવાનું રહ્યું.
    Published by:Chaitali Shukla
    First published:October 28, 2020, 17:22 pm