કંગના પછી રવીના ટંડને જણાવી બોલિવૂડની હકીકત- 'મને પણ દબાવવામાં આવી હતી'

રવીના ટંડન

"જ્યારે તમે સાચુ બોલો છો તો તમને પાગલ, સાયકોટિક સાબિત કરવામાં આવે છે" : રવીના ટંડન

 • Share this:
  બોલિવૂડ (Bollywood)નો એક ચમકતો સિતારો હંમેશા માટે બુજાઇ ગયો. સુશાંત સિંહ રાજપૂત (Sushant Sing Rajpur)એ કોઇને કંઇ પણ કહ્યા વગર આત્મહત્યા કરી લીધી. કહેવાય છે કે તે પાછલા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતા. સુશાંત સિંહના નિધન પછી આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે ભાગ પડી ગયા છે. કંગના રનૌત સમેત અનેક બોલિવૂડ સેલેબ્રિટી (Bollywood Celebs) સુશાંતની મોતને સુસાઇડ નથી ગણાવી રહ્યા. અનેક સેલેબ્સનું કહેવું છે કે તે નેપોટિઝ્મ (Nepotism)નો શિકાર બન્યા હતા. કંગનાએ આ મામલે બોલ્યા પછી બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) પણ બોલિવૂડની આ સચ્ચાઇને ઉજાગર કરી છે.

  બોલિવીડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) ટ્વિટર પર બોલિવૂડની હકીકતને રજૂ કરતા એક પછી એક ટ્વિટ્સ કર્યા છે. તેણે કહ્યું - 'ઇન્ડસ્ટ્રીની મીન ગર્લ ગેંગ, કેમ્પ, મજાક ઉડાવે છે, હિરોઝ, તેમની ગર્લફ્રેન્ડ્સ, ચમચા પત્રકારો અને કેરિયર બર્બાદ કરતી ફેક મીડિયા સ્ટોરીઝથી ફિલ્મોમાંથી નીકાળી દે છે. ક્યારેક ક્યારેક તો કેરિયર બગાડી દે છે. તમારે બની રહેવું પડે છે. સંધર્ષ કરવું પડે છે. ફાઇટ બેક કરવું પડે છે. કેટલાક સર્વાઇલ કરે છે કેટલાક નહીં'


  બીજા ટ્વિટમાં તેણે કહ્યું કે જ્યારે તમે સાચુ બોલો છો તો તમે જુઠ્ઠી, પાગલ, સાયકોટિક સાબિત કરવા માટે પ્રચારિત કરવામાં આવે છે. ચમચા પત્રકારો પેજ ભરી ભરીને લખે છે અને તમારી તમામ મહેનત બર્બાદ થઇ જાય છે. આ ઇન્ડસ્ટ્રીથી જોડાઇને હું આભારી છું, પણ આ ઇન્ડસ્ટ્રીની સચ્ચાઇ છે.


  તે પછી રવિનાએ ફરી ટ્વિટ કર્યું કે - એવું કોઇની પણ સાથે થઇ શકે છે જે ઇન્ડસ્ટ્રીમાં જન્મ્યું હોય, ઇનસાઇડર જેવું હું સાંભળું છે કારણ કે કેટલાક એકર્સ ઇનસાઇડર/આઉટસાઇડર ચીલાવી રહ્યા હતા. પણ તમારે લડવું પડે છે. જેટલું તેમણે મને દબાવાનો પ્રયાસ કર્યો તેટલી ઝડપથી મેં ફાઇટ બેક કરી. પણ આવું ગંદુ રાજકારણ બધે જ હોય છે.


  તેણે આગળ લખ્યું કે હું આ ઇન્ડસ્ટ્રીથી પ્રેમ કરું છું. પણ આ પણ હકીકત છે કે અહીં ખૂબ જ પ્રેશર છે. અહીં સારા લોકો પણ છે અને કેટલાક ખરાબ પણ, જે ગંદુ પોલિટિક્સ કરે છે. દુનિયા આવી જ છે તમારે વારંવાર ઊભા થવું પડશે અને વારંવાર ચાલવું પડશે અને તે પણ માથું ઊંચુ રાખીને.
  ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ કંગના રનૌત અને ફિલ્મમેકર શેખર કપૂરે સુશાંતના નિધન પર દુખ વ્યક્ત કરતા તે વાત પર ઇશારો કર્યો છે કે તે નેપોટિઝ્મનો શિકાર થયા છે.  કંગનાએ કહ્યું કે 'આ સુસાઇડ નહીં પ્લાન મર્ડર છે. સુશાંતનો વાંક એટલો જ છે કે તે એ લોકોની વાતમાં આવી ગયો કે તું વર્થલેસ છે. તેણે પોતાની માંનું કહેલું ના સાંભળ્યું. આપણે તે પસંદ કરવું પડશે કે ઇતિહાસ કોણ લખશે?' શેખર કપૂરે પણ લખ્યું કે 'હું જાણું છું કે તે કેવા દુખથી પસાર થયો છે. હું તે લોકોની કહાની જાણું છું જેને તને નિરાશ કર્યો હતો. તે મારા ખભા પર આંસુ વહાવ્યા છે. કાશ હું ગત 6 મહિનાથી તારી પાસે હોત. કાશ આપણે વાત કરી હોત જે થયું તે તેમના કર્મા છે તારા નહીં'
  Published by:Chaitali Shukla
  First published: