દીપિકા પાદુકોણ પછી અજય દેવગણે આપ્યું JNU હિંસા પર આ મોટું નિવેદન

પ્રતિકાત્મક વીડિયો

જેએનયુ પર થયેલો હુમલો દુખદ ઘટના છે.

 • Share this:
  મંગળવાર રાતે જેએનયુનમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન વચ્ચે ઊભેલી દીપિકા પાદુકોણ (Deepika Padukone) હાલ ટ્રોલ થઇ રહી છે. જેએનયુ હિંસાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનમાં દીપિકાએ હાજરી આપી હતી. જ્યાં કેટલાક લોકો આ માટે તેમના વખાણ કરી રહ્યા છે. ત્યાં જ કેટલાક લોકો તેમની ફિલ્મ છપાકને બાયકોટ કરવાનું સોશિયલ મીડિયા પર અભિયાન પણ ચલાવી રહ્યા છે. વળી કેટલાક ભાજપના નેતા છપાક સાથે જ રીલિઝ થનારી અજય દેવગણની ફિલ્મ તન્હાજીની ફ્રી ટિકિટ પણ વેચવાની વાતો કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે દીપિકા પાદુકોણ પછી અજય દેવગણને પણ પ્રતિક્રિયા આપી છે. અજય દેવગણે કહ્યું કે હિેંસા કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી. અને જેએનયુ પર થયેલો હુમલો દુખદ ઘટના છે.

  ન્યૂજ એજન્સી ભાષાના રિપોર્ટ મુજબ અજય દેવગણે કહ્યું કે રવિવારે વિશ્વવિદ્યાલય પરિસરમાં જે કંઇ પણ થયું તે માટે કોણ જવાબદાર છે તે પણ સ્પષ્ટ રીતે જાણકારી નથી મળી રહી, ખબરોમાં પણ વિરોધાભાસ છે. અજયે વધુમાં કહ્યું કે "હું સવારથી ખબર દેખી રહ્યો છું. આ ખૂબ જ વિરોધાભાસી છે. હજી સુધી નથી જાણી શકાયું કે આને કોણે કર્યું? આ સ્પષ્ટ નથી તો મને નથી ખબર કે આ પર ટિપ્પણી કેવી રીતે કરું પણ જે કંઇ પણ થઇ રહ્યું છે અત્યંત દુખદ છે"

  તેમણે કહ્યું કે જે કોઇ પણ આ કરી રહ્યું છે તે ખોટું છે. હિંસા કોઇ પણ વસ્તુનું સમાધાન નથી. તે ખાલી આપણા દેશને નુક્શાન પહોંચાડે છે. આની પાછળ શું એજન્ડા છે જો તમને ખબર હોય તો મને પણ મહેરબાની કરીને કહો કારણ કે ખબરોમાં કંઇ સ્પષ્ટ બહાર નથી આવી રહ્યું"

  તમને જણાવી દઇએ કે જેએનયૂમાં થોડા સમય પહેલા કેટલાક માસ્ક પહેરેલા લોકોએ કેમ્પસમાં આવી વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ હિંસાના વિરોધ પ્રદર્શનમાં મંગળવારે દીપિકા પાદુકોણ પણ જોડાઇ હતી. અને તેમણે જેએનયૂની છાત્રસંઘ અધ્યક્ષ આઇશી ધોષની પણ મુલાકાત કરી હતી. દીપિકા પાદુકોણ અહીં લગભગ 10 મિનિટ માટે રોકાઇ હતી. જે પછી દીપિકાને ટ્રોલ કરવામાં આવી હતી.
  Published by:Chaitali Shukla
  First published: