Home /News /entertainment /રાખીના આરોપ પર આદિલે તોડ્યુ મૌન, કહ્યુ- 'તે કંઈ પણ કરી શકે, પાવરફુલ છે ને...'

રાખીના આરોપ પર આદિલે તોડ્યુ મૌન, કહ્યુ- 'તે કંઈ પણ કરી શકે, પાવરફુલ છે ને...'

photo- @iamadilkhandurrani

આદિલ ખાન દુર્રાનીએ પત્ની રાખી સાવંતના આરોપ પર જવાબ આપ્યો છે. ગયા મહિને લગ્નની જાહેરાત કરનારી રાખી સાવંતે આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરના આરોપ લગાવ્યા હતાં. જેના પર આદિલે રાખીને લઈને પોતાની વાત મુકી છે.

મુંબઈઃ એક્ટ્રેસ રાખી સાવંતના આરોપો પર હવે રાખીના પતિ આદિલ ખાન દુર્રાનીએ પોતાનું મૌન તોડ્યું છે. રાખી સાવંતે આદિલ પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં આદિલે કહ્યું કે હું ક્યાં ગયો? હું અહીં જ છું. ત્યારે હવે, આદિલે રાખીના રાખીના આરોપ પર પોતાની વાત મુકી છે.

રાખીના આરોપ પર આદિલે આપ્યો જવાબ

આદિલ ખાન દુર્રાનીને પૈપરાઝી દ્વારા જોવામાં આવ્યો હતો. જ્યાં રાખી સાવંતના આરોપ પર સવાલ પુછવા પર આદિલે જવાબ આપ્યો. આદિલે કહ્યુ, 'શાહરુખ ભાઈ પણ આવ્યા તો કંઈ લઈને નહતા આવ્યા, હું પણ કંઈ લઈને નથી આવ્યો. હું કોણ છુ? જે રાખી કહે તે સાચુ છે. બધું સાચું છે.'

આ પણ વાંચોઃ 'ઓહ! હવે વધારે મહેનત કરવી પડશે...' પઠાણની રેકોર્ડ બ્રેક સફળતા બાદ પણ શાહરુખ કેમ છે નાખુશ?

'મારે આ બધું નથી કરવું' - આદિલ

રાખીએ આરોપ લગાવ્યો હતો કે જો આદિલે કંઈ ખોટું નથી કર્યું તો તે મીડિયાનો સામનો કેમ નથી કરી રહ્યો. આના જવાબમાં આદિલે કહ્યું, 'મીડિયા સામે આવીને હું શું કરુ? શું હું રાખીને ખોટું કહું કે હું પોતાને ખોટો સાબિત કરુ? મારે આ બધું કરવું જ નથી.'

'અબલા નારી પાવરફુલ હૈ' - આદિલ

જ્યારે આદિલને પૂછવામાં આવ્યું કે જો કોઈ ગર્લફ્રેન્ડની સમસ્યા હોય તો તમે તેને ઉકેલી શકો છો. આના પર આદિલે કહ્યું, 'એ બધી ઘટના ખબર નથીને. શું બોલી શકું? રાખી કંઈપણ કરી શકે છે. પાવરફુલ છે ને? અબલા નારી પાવરફુલ છે.'

આ પણ વાંચોઃ ફક્ત 5 હજાર લઈને ભારત આવેલી 'દિલબર ગર્લ' બની કરોડોની માલકિન, Big Bossએ આ રીતે બદલી કિસ્મત

રાખીએ આદિલ પર લગાવ્યા હતા આ આરોપો

રાખી સાવંતે આદિલ ખાન દુર્રાની પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. રાખીએ કહ્યુ હતું કે, 'કહે છે ને મીડિયા સામે કેમ આવે છે? વાત ઘરે જ રાખ્યા કર, ઘરે રહીને મારે ફ્રિજમાં નથી જવું.'

જેનો આદિલે જવાબ આપ્યો હતો કે, 'જે પ્રકારે તેણી કહે છે કે હું ફ્રિજમાં નહીં રહું, હું પણ કહી શકું છે કે, હું સુશાંત સિંહ રાજપૂત બનવા નથી ઈચ્છતો.. મારા જેવો સમજદાર છોકરો તેની માટે ઉભો હતો, જે તેને એક લાઇફસ્ટાઈલ આપી રહ્યો હતો, અને જે કંઈપણ કહેવું સરળ છે, તેણે નથી કર્યુ. હું એક રુપિયો લઈને મુંબઈ આવ્યો હતો. હેટ્સ ઑફ...જવાનો પ્લાન સારો છે, પણ સ્માર્ટ નથી, હવે બસ.'



જણાવી દઈએ કે, રાખી સાવંત અને આદિલ ખાન દુર્રાનીએ જુલાઈ 2022માં લગ્ન કર્યા હતાં. કપલે જાન્યુઆરી 2023માં તેની જાહેરાત કરી
First published:

Tags: Adil Khan Durrani, Bollywood બોલિવૂડ, Rakhi sawant, મનોરંજન, રાખી સાવંત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો