ક્રિકેટ અને બોલીવૂડનો સંબંધ ફરી ખાસ દેખાયો IPL ની ઓપનીંગ સેરેમનીમાં.
ભારતની સૌથી લોકપ્રિય ટી20 ક્રિક્ટ લીગનો શુભારંભ શનિવારે થયો. આ કાર્યક્રમમાં બોલીવુડ સિતારાઓએ મનોરંજન અને પર્ફોમન્સ આપીને દર્શકોનું મન જીતી લીધું.
IPL ની ઓપનીંગ સેરેમનીની શરૂઆતમાં વરુણ ધવને પરફોર્મ કર્યું અને દર્શકોને પોતાની સાથે નાચવા મજબૂર કરી દીધા. તે બાદ બાહુબલી ફેમ તમન્ના ભાટિયાના ડાન્સે સારો રંગ જમાવ્યો.
માધુરી દીક્ષિતના યાદગાર સોન્ગના રીમેકમાં બાગી 2 માં નજર આવી જૈક્વેલીન ફર્નાંડીઝે આ રીમેક પર પરર્ફોમ કર્યું તો દર્શકોનો ઉત્સાહ જોતા જ વધી ગયો. એ પહેલા સીંગર મીકા પોતાની મસ્તીમાં નજર આવ્યા.
આ મહેફિલમાં વધારો કરવા આવ્યો ઋતિક રોશન. તેણે પોતાના ડાન્સની પ્રતિભા અને સિગ્નેચર સ્ટેપ્સથી દર્શકોની વાહ..વાહ સમેટી.
આમ આખા કાર્યક્રમમાં ચર્ચાનો વિષય રહી હાર્દિક પંડ્યાની કથિત ગર્લફેન્ડ એલી એવરામ. સિતારાથી સજેલા મંચ અને દર્શકોની ભીડમાં જ્યાકે કેમરાએ સંપૂર્ણ ફોકસ એલી પર કર્યું તો આ મજેદાર ક્ષણે લોકોને પ્રફૂલ્લિત કર્યા અને પંડ્યા અને એલીના કથિત સંબંધની ખબરોને એક વાર ફરી મોકો મળી ગયો.
આ સેરેમની બાદ સ્ટેડિયમને પહેલી મેચ માટે તૈયાર કરાયો. થોડા સમય પહેલા ખબર આવી હતી કે પણવીર સિંહ IPL ની ઓપનીંગ સેરેમનીમાં પરફોર્મ કરશે પરંતુ ઘવાયા હોવાના કારણે તે નજર ન આવ્યા. આ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે રણવીર અને વરુણની ફીની ખબરો પણ ચર્ચામાં રહી ચુકી છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર