Home /News /entertainment /અભિનેત્રી વિદેશથી શાંતિની શોધમાં ભારત આવી હતી, નંબર 1 ડાન્સર બની, પછી અચાનક ગાયબ થઈ ગઈ
અભિનેત્રી વિદેશથી શાંતિની શોધમાં ભારત આવી હતી, નંબર 1 ડાન્સર બની, પછી અચાનક ગાયબ થઈ ગઈ
yana gupta bollywood actress
ચેઝ રિપબ્લિકમાં યાના ગુપ્તાનું પૂરું નામ યાના સિન્કોવા હતું. ગરીબ પરિવારમાં જન્મેલી યાનાએ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ મોડલિંગની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતુ. અને બૉલીવુડમાં પણ જગ્યા બનાવી હતી.
મુંબઈ. વર્ષ 2003માં વિવેક ઓબેરોય અને દિયા મિર્ઝાની એક ફિલ્મ 'દમ'નું ગીત 'બાબુ જી જરા ધીરે ચલો' ખૂબ જ સફળ રહ્યું હતું. ઘણા લોકોને યાદ હશે કે આ ગીતે પાર્ટીઓથી લઈને ઓર્કેસ્ટ્રા સુધી બધે જ ધૂમ મચાવી હતી. ચાહકોને યાદ પણ હશે કે આ ગીતમાં એક ગોરી છોકરીએ ભેંસ પર બેસીને એન્ટ્રી લીધી હતી. કપાળ પર લાંબી ટીકા અને મોડલનું સ્લિમ બોડી જોઈને લોકો તેના પર રીતસર પાગલ થઈ ગયા. આ ગીતમાં આઈટમ ડાન્સ કરતી આ છોકરીનું નામ હતું યાના ગુપ્તા.
બોલિવૂડની નંબર-1 આઈટમ ડાન્સર બની ગઈ ચેઝ રિપબ્લિકમાં યાના ગુપ્તાનું પૂરું નામ યાના સિન્કોવા હતું. ગરીબ પરિવારમાં જન્મેલી યાનાએ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ મોડલિંગની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતુ. યાનાએ સખત મહેનત કરી અને દેશની ટોપ મોડલ બની ગઈ હતી. આટલું જ નહીં, યાનાએ યુરોપથી જાપાન સુધીના ઘણા પ્રોજેક્ટ પર કામ કર્યું. મોડેલિંગ કારકિર્દીના લાંબા તબક્કામાંથી પસાર થયા પછી, યાનને તેના વ્યવસાયથી કંટાળો આવવા લાગ્યો. આ પછી યાનાએ શાંતિની શોધ શરૂ કરી હતી.
યાના યુરોપના એક દેશ ચેઝ રિપબ્લિકની રહેવાસી હતી. તમે તેની અટક પરથી અનુમાન નહીં લગાવી શકો. મોડલિંગની દુનિયામાં ઘણું નામ કમાયા બાદ યાના શાંતિની શોધમાં ઓશોના આશ્રમમાં આવી હતી. અહીં યાના સત્યકામ ગુપ્તાને મળી હતી. બંને લોકો એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને તેમણે લગ્ન કરી લીધા હતા. ત્યાર પછી યાનાએ બોલિવૂડમાં પોતાનાં કરિયરની શરૂઆત કરી હતી.
ડબ્બુ રત્નાનીને મળ્યા પછી જીવન બદલાયુ યાના બોલિવૂડના પ્રખ્યાત મોડલ ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીને મળી અને તેના ક્રેડેન્શિયલ્સ શેર કર્યા હતા. સારો પ્રોજેક્ટ આવતાની સાથે જ ડબ્બુએ યાનાને ફોન કર્યો હતો અને તેનો પોર્ટફોલિયો તૈયાર કર્યો હતો. આ પછી યાનાને કામ મળવા લાગ્યુ હતુ.
વર્ષ 2003માં યાનાને વિવેક ઓબેરોયની ફિલ્મ દમમાં આઈટમ ડાન્સ નંબર માટે પસંદ કરવામાં આવી હતી. યાનાએ આ ફિલ્મના ગીત 'બાબુ જી જરા ધીરે ચલો'માં ધૂમ મચાવી હતી. ભેંસ પર બેસીને એન્ટ્રી લેનારી યાનાને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ગીત ઘણા વર્ષો સુધી પાર્ટીઓમાં પણ વાગતુ રહ્યુ હતુ.
આ ગીત પછી યાનાની કારકિર્દી પણ ઝડપથી આગળ વધી હતી. ત્યાર પછી યાનાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ. જેમાં ચલો દિલ્લી, મર્ડર-2 અને દશેરા જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. હવે યાના ગુપ્તા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. યાના છેલ્લી વખત વર્ષ 2018માં ફિલ્મ દશેરામાં જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર