Home /News /entertainment /બોલિવૂડ અભિનેત્રી તબ્બુ સાથે જોધપુર એરપોર્ટ પર છેડછાડ!

બોલિવૂડ અભિનેત્રી તબ્બુ સાથે જોધપુર એરપોર્ટ પર છેડછાડ!

ફિલ્મ અભિનેત્રી તબ્બુ બુધવારે જોધપુર એરપોર્ટ પર છેડતીનો શિકાર બની હતી. મુંબઈથી જોધપુર આવી પહોંચેલી અભિનેત્રી તબ્બુ જ્યારે એરપોર્ટથી બહાર નીકળી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. અહીં એક વ્યક્તિ તબ્બુ સાથે ચાલી રહેલા સુરક્ષાકર્મચારીની વચ્ચે ઘૂસી ગયો હતો અને તેની સાથે શરમજનક હરકત કરી હતી. જોકે, આ જ સમય તબ્બુ સાથે ચાલી રહેલા બાઉન્સરે એ વ્યક્તિને તબ્બુ પાસેથી હટાવી દીધો હતો. તબ્બુ તેની સાથે આ હરકત બાદ શોકમાં નજરે પડી હતી. અત્યાર સુધી આ કેસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી.

તબ્બુ અહીં 19 વર્ષ જૂના હિરણ શિકાર કેસમાં ગુરુવારે આવનારા ચુકાદા માટે પહોંચી હતી. વર્ષ 1998માં જ્યારે ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કાળા હરણના શિકારનો આરોપ લાગ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે શિકાર વખતે સલમાન સાથે તેના બોલિવૂડ મિત્રો અભિનેત્રી નીલમ, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને સેફ અલી ખાન પણ જીપ્સીમાં સવાર હતા.



આ મામલે તબ્બુ અને અન્ય સહ કલાકારો પર સલમાનને હરણના શિકાર માટે ઉશ્કેરવાનો આરોપ છે. જોકે, થોડા સમય પહેલા ગેરકાયદે હથિયાર રાખવા અને કાળા હરણ કેસમાં નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કાંકાણી ગામમાં બે કાળા હરણના શિકારના કેસમાં નીચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. હવે પાંચ એપ્રિલના રોજ આ કેસની સુનાવણી બાદ જોધપુર ગ્રામીણ જિલ્લા મુખ્ય મેજીસ્ટ્રેટ દેવ કુમાર ખત્રી નિર્ણય સંભળાવશે.
First published:

Tags: Jodhpur, Tabu, સલમાન ખાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन