સોનાક્ષી સિંહા રોજિંદા વેતનવાળા મજૂરોની મદદ માટે તેની ખાસ વસ્તુની હરાજી કરશે

News18 Gujarati
Updated: May 16, 2020, 8:50 AM IST
સોનાક્ષી સિંહા રોજિંદા વેતનવાળા મજૂરોની મદદ માટે તેની ખાસ વસ્તુની હરાજી કરશે
સોનાક્ષી સિંહા (ફાઇલ તસવીર)

રોજિંદા વેતનવાળા મજૂરોની મદદ કરવા માટે અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પોતાના દિલની નજીક છે તેવી વસ્તુની હરાજી કરવાનો નિર્ણય કર્યો.

  • Share this:
મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha)એ રોજિંદા વેતનવાળા મજૂરો (Daily wagers)ની મદદ માટે હાથ લંબાવ્યો છે. સોનાક્ષી તેની ખાસ વસ્તુની હરાજી કરવા જઈ રહી છે. હરાજીથી મળનારી રકમ સોનાક્ષી સિંહા ટંકનું લઈને ટંકની ખાતા મજૂરોને દાન કરશે. પ્રાપ્ત વિગત પ્રમાણે સોનાક્ષી સિંહા તેના આર્ટવર્કની ઑનલાઇન હરાજી કરશે. જેમાં સોનાક્ષીની ડિજિટલ પ્રિન્ટ, સ્કેચ અને કેનવાસ પેઇન્ટિંગ સામેલ છે.

સોનાક્ષીએ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. સોનાક્ષીએ જાતે બનાવેલા એક પેઇન્ટીંગ સાથે એક ફોટો શેર કરતા લખ્યું છે કે, "જો આપણે બીજા માટે કંઈ નથી કરી શકતા તો આપણે કઈ રીતે સારી હોઈ શકીએ. મારું આર્ટ વર્ક મને વિચારવા અને મસજવાની શક્તિ આપે છે. આવું કરીને મને ખૂબ ખુશી મળે છે. પરંતુ હવે આનો ઊપયોગ બીજા લોકો માટે કરીને મને વધારે રાહત મળશે."
અભિનેત્રીએ કહ્યું કે, રોજિંદા વેતનવાળા મજૂરો પર લૉકડાઉનનો ખૂબ માર પડ્યો છે. આવા મજૂરો માટે લૉકડાઉન એક ભયાનક સપના જેવું છે. તેઓ બેહાલ થઈ ગયા છે. તેમની પાસે પોતાના અને તેમના પરિવારને ખવડાવવા માટે કંઈ નથી. આ ખરેખર દુઃખદ છે. આથી મેં ફનકાઈન્ડ સાથે મળીને મારા આર્ટવર્કની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં કેનવાસ પેઇન્ટિંગ અને સ્કેચ સામેલ છે. આ તમામને મેં દિલથી બનાવ્યા છે. હવે તેની હરાજી કરીને એવા લોકોની મદદ કરવામાં આવશે જેમના નસીબમાં જમવાનું પણ નથી.

આ પહેલા ફિલ્મ નર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાનની દીકરી પણ આ રીતે સ્કેચ બનાવીને તેની હરાજી કરી રહી છે. જેના દ્વારા મળતા પૈસાની જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી રહ્યા છે.
First published: May 16, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading