કપિલ શર્મામાં સંજય દત્તની '308 ગર્લફ્રેન્ડ' વાળા જોક્સ પર આ અભિનેત્રી ભડકી

News18 Gujarati
Updated: December 6, 2019, 5:28 PM IST
કપિલ શર્મામાં સંજય દત્તની '308 ગર્લફ્રેન્ડ' વાળા જોક્સ પર આ અભિનેત્રી ભડકી
સંજય દત્ત અને કપિલ શર્મા

  • Share this:
સંજય દત્ત (Sanjay Dutt) ની બાયોપિક બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ ફિલ્મ પર સંજય દત્તની 300 થી પણ વધુ ગર્લફ્રેન્ડ હોવાની વાત પર જે તે સમયે પણ વિવાદ થયો હતો. ત્યારે હાલમાં સંજય દત્ત જ્યારે કપિલ શર્માના (Kapil Sharma) ના શોમાં પોતાની આવનારી ફિલ્મ પાનીપત (Panipat)ના પ્રમોશન માટે આવ્યા હતા. ત્યારે કપિલ શર્માએ સંજય દત્તને તેમની 308 ગર્લફ્રે્નડને લઇને એક સવાલ પુછ્યો. આ સવાલ પર સંજય દત્ત કહ્યું કે આ આંકડો હજી પણ રોકાયો નથી. જો કે સંજય દત્તે ભલે આ વાત મજાકમાં કહી હોય પણ બોલિવૂડની એક અભિનેત્રીને આ વાત બિલકુલ પણ પસંદ નથી આવી.


ધ કપિલ શર્મામાં શોમાં કપિલે સંજય દત્ત કહ્યું કે સર તમારી ફિલ્મ સંજૂમાં તમારી 308 ગર્લફ્રેન્ડ હતી. માળા પણ 108 પછી પૂરી થઇ જાય છે.. જે સાંભળી દર્શકો હસી પડ્યા. અને આ પછી સંજય દત્તે કહ્યું કે મારી માળા 308ની છે અને તે પૂરી નથી થઇ હજી પણ થઇ શકે છે. આ વાતનો પ્રોમો પણ સોની ચેનલે શેયર કર્યો હતો. જે પર બોલિવૂડ અભિનેત્રી દીપાનિતા શર્માએ ટ્વિટર પર લખ્યું કે એક એક્ટર પોતાની ફિલ્મના પ્રમોશન માટે એક શોમાં પહોંચે છે. અને પોતાની 300 થી વધુ ગર્લફ્રેન્ડના સ્કોર પર વાત કરે છે. હોસ્ટ અને ઓડિયન્સ આ વાત પર હસે છે. જો આજ વાત કોઇ મહિલાએ આવીને શો પર કહી હોત તો શું થાત? શું ત્યારે પણ આ એક જોક હોત? લૈંગિક આધાર પર આ રીતનો ભેદભાવ હંમેશાથી ખોટો છે. અને આજ તમામ દુગતિનું મૂળ છે.

જો કે દીપાનિતાના આ ટ્વિટ પછી સોશિયલ મીડિયામાં પણ તેમની આ વાત માટે લોકોએ તેમને સમર્થન આપ્યું. અને લોકોએ સમાજના આવા બેવડા રવૈયા પર અણગમો વ્યક્ત કર્યો.
First published: December 6, 2019, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading