શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા પાસે વાસણ ધોવડાવ્યા, જુઓ કેવી થઈ હાલત

News18 Gujarati
Updated: June 14, 2020, 9:37 AM IST
શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રા પાસે વાસણ ધોવડાવ્યા, જુઓ કેવી થઈ હાલત
(Photo Grab manav.manglani/ Instagram)

Video: વાસણ ધોવાની વાત સાંભળીને રાજની હાલત ખરાબ થઈ જાય છે અને તે રડી પડે છે!

  • Share this:
મુંબઈઃ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રા (Raj Kundra) ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી કુલ કપલ્સ પૈકીના એક છે. આ બંને સોશિયલ મીડિયા એક બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની સાથે એકબીજાની મજાક પણ ઉડાવતા રહે છે. ઇન્ટરનેટ પર આ બંનેના અનકે ફની વીડીયો તાબડતોડ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પતિ રાજ કુન્દ્રા પાસે વાસણ ધોવડાવી રહી છે. વાસણ ધોવાની વાત સાંભળીને રાજની હાલત ખરાબ થઈ જાય છે અને તે રડી પડે છે.

મૂળે, હાલમાં જ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનો આ વીડિયો માનવા મંગલાણીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિચનમાં રાજ કુન્દ્રા હાથ ધોવા માટે આવે છે અને શિલ્પા શેટ્ટી રાજને જુએ છે તો કહે છે કે, વારંવાર સાબુથી હાથ ધોવાથી સારું છે કે બે વાસણ પણ ધોઈ લો. આટલું કહેતા જ શિલ્પા, રાજના હાથોમાં ખરેખર બે વાસણ ધોવા માટે પકડાવી દે છે. અહીં જુઓ વીડિયો....
 View this post on Instagram
 

Start multitasking #RajKundra #ShilpaShetty #Saturday #weekendvibes #manavmanglani


A post shared by Manav Manglani (@manav.manglani) on

આ પણ વાંચો, ‘તારક મહેતા...’માં દયાબેનની થશે વાપસી, આ ધમાકેદાર ટ્વિસ્ટની સાથે!

વાસણ ધોવાની વાત સાંભળતા જ રાજ કુન્દ્રાની હાલત ખરાબ થઈ જાય છે. તેના ચહેરા પર રડવાનો ભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, પરંતુ તે રડતાં-રડતાં પણ વાસણ ધોવાનું શરૂ કરી દે છે અને શિલ્પા ખૂબ આનંદથી જોઈ રહે છે.
આ પહેલા પણ શિલ્પા અને રાજ આવા જ મજેદાર ટિકટૉક વીડિયો બનાવી ચૂક્યા છે. આ બંનેના આવો અંદાજ પ્રશંસકોને ખૂબ પસંદ આવે છે, આજ કારણ છે કે શિલ્પા અને રાજના આવા વીડિયો ખૂબ જ ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો, કોરોનાની રૂપ બદલવાની ઝડપ ધીમી થઈ, પણ સંક્રમણનો ખતરો વધી ગયોઃ સ્ટડી

 
First published: June 14, 2020, 9:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading