શિલ્પા શેટ્ટીએ દિવાળી પહેલા કરાવ્યું ફૂટ મસાજ, ઇસ્ટાગ્રામ ઉપર શેર કર્યો Video

શિલ્પા શેટ્ટીએ દિવાળી પહેલા કરાવ્યું ફૂટ મસાજ, ઇસ્ટાગ્રામ ઉપર શેર કર્યો Video
વીડિયોની તસવીર

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેનો આખો પરિવાર મસાજ કરાવવા માટે લાઇનમાં બેઠો છે.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood actress) શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) પોતાના ફોટો અને વીડિયોથી સોશિયલ મીડિયા (Social media) ઉપર ધમાલ મચાવી છે. આ અભિનેત્રી થાઇલેન્ડમાં પરિવારની સાથે વેકેશન પસાર કરી રહી છે. જેની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરે છે.

  જેમાંથી શિલ્પા શેટ્ટીનો એક વીડિયોએ બધાનું ખૂબ જ ધ્યાન ખેંચ્યું છે. જેને શિલ્પા શેટ્ટીએ ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી ઉપર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી ફૂટ મસાજ કરવાતી નજર આવી રહી છે. પરંતુ તે એકલી નથી તેની સાથે આખો પરિવાર પણ પોતાનું ફૂટ મસાજ કરાવવા લાઇનમાં બેઠા છે.  આ પણ વાંચોઃ-ભાઇબીજે બહેનને આપો આવી ગિફ્ટ, અહીં મળે છે 88% સુધી ડિસ્કાઉન્ટ

  આ પણ વાંચોઃ-#Photo: અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં આ અભિનેત્રીઓનો જોવા મળ્યો ખાસ અંદાજમાં

  વીડિયોમાં શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે, જ્યારે થાઇલેન્ડ (thailand) આવો તો ફૂટ મસાજ જરૂર કરવો. આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેનો આખો પરિવાર મસાજ કરાવવા માટે લાઇનમાં બેઠો છે. વીડિયોમાં તેમની સાથે તેમની બહેન શમિતા શેટ્ટી, પતિ રાજ કુન્દ્રા અને બાકીના સભ્યો જોવા મળે છે.
  આ વીડિયો ઉપરાંત શિલ્પા શેટ્ટીએ અનેક ફોટો પણ શેર કર્યા છે. જેમાં તે ઘરવાળાઓ સાથે પૂલમાં મસ્તી કરતી, તો ક્યારેક આઇસક્રીમનો આનંદ લેતી નજરે ચડે છે. શિલ્પા સેટ્ટીએ આ વખતની દિવાળી પણ થાઇલેન્ડના ફૂકેટમાં મનાવી છે. જેનો વીડિયો પણ તેણે સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો.

  આ પણ વાંચોઃ-ભાઇબીજના દવિસે આ પાંચ ઘરેણાં પહેરી તૈયાર થાઓ, ખૂબસૂરતીમાં લાગશે ચાર ચાંદ

  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી કેટલાક દિવસ પહેલા ડાન્સના જબરદસ્ત શો સુપર ડાન્સરમાં જજ તરીકે નજર આવી હતી. આ શોને શિલ્પા શેટ્ટીના કોરિયોગ્રાફર ગીતા કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બસુ પણ જજ હતા. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ટૂક સમયમાં નિકમ્મામાં પણ દેખાશે. આ ફિલ્મમાં તેમની સાથે સિંગર અને એક્ટ્રેસ શર્લે સેતિયા અને અભિમન્યુ દસાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રોમેન્ટિક કોમેડી ડ્રામા ઉપર આધારિત આ ફિલ્મ 2020માં રિલિઝ થશે.
  First published:October 28, 2019, 19:41 pm

  टॉप स्टोरीज