મોઢા પર પ્લાસ્ટિક બાંધીને અભિનેત્રીએ એવું કર્યું કે Video જોઇ લોકો ડરી ગયા

News18 Gujarati
Updated: March 26, 2020, 9:34 AM IST
મોઢા પર પ્લાસ્ટિક બાંધીને અભિનેત્રીએ એવું કર્યું કે Video જોઇ લોકો ડરી ગયા
શૈફાલી શાહ

સુરક્ષા ચેતવણી આ કરવાનો બિલકુલ પ્રયાસ ન કરતા.

  • Share this:
કોરોના વાયરસના કારણે ભારતમાં 21 દિવસ માટે લોકડાઉન છે. આ વચ્ચે સતત મૃત્યુઆંક પણ વધી રહ્યો છે અને નવા કેસ પણ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ બોલિવૂડના જાણીતા સ્ટાર્સ સતત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને કોરોના વાયરસ અંગે જાણકારી અને જાગૃતતા ફેલાવી રહ્યા છે. અમિતાભ બચ્ચન, કાર્તિક આર્યન, અક્ષય કુમાર, દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સે આ મામલે અનેક વીડિયો શેર કર્યા છે. અને લોકોને ઘરમાં રહેવા, હાથ યોગ્ય રીતે સાફ કરવાની સલાહ આપી રહ્યા છે. આ તમામની વચ્ચે ટીવી અને ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી શેફાલી શાહ (Actress Shefali Shah)એ ઇન્સ્ટાગ્રામ (Instragram) પર કંઇ તેવું શેર કર્યું છે જેને જોઇને લોકો શોકમાં પડી ગયા છે.

શેફાલી શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાના પૂરા ચહેરા પર પ્લાસ્ટિકથી બાંધી રાખ્યું છે. અને તે આ દ્વારા લોકોને કોરોનાનો ખતરો કેટલો છે તે જાણવી રહી હતી. તે મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સતત વાત કરી રહી હતી. અને જણાવી રહી હતી કે કોરોના થયો હોય તો તમને કેવું અનુભવાય છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે - સુરક્ષા ચેતવણી આ કરવાનો બિલકુલ પ્રયાસ ન કરતા. શેફાલીનો જાગૃતતા ફેલાવવાનો આ પ્રયાસ અને રીતે કેટલાક યુઝર્સને ડરામણો લાગ્યો.
View this post on Instagram

Safety warning ⚠️: DO NOT TRY THIS EVER! #CoronaVirus #CoronaDiaries #OneDayAtATime #LivingWithCOVID19 #LifeInTheTimesOfCorona #LoveinTheTimesOfCorona #LockDown @iturms @vaisshalee @psychobabble28 @minalmashru @dishakhannaofficial @nivrathore @nehabassi7 @bassi_deepak @pallavisymons @tarannum_tee @namu_pals @mohitd33 @caprichai @dimpledhanak @divyasethshah @annemacomber @azilezer @boringchu @dipikablacklist_ @dreamseeker9 @laminouchka @aashinshah15 @jootewaali @trishnab93 @imraj_gupta @smitadeo_ @deepakugra @maurya1402 @aryamanshah @dhanakparag @mrudsin @avaniajmera @karanpawlankar @mihirmashru @anya.bostock @alisha.bostock @mrunalini_deshmukh_ @mihirmihir @sonali.mankar @anjali_chhabria_

A post shared by Shefali Shah (@shefalishahofficial) on Mar 24, 2020 at 9:49pm PDTતેમણે પોતાના ચહેરા પર પ્લાસ્ટિક ટાઇટલી બાંધ્યું હતું અને કહ્યું કે ક્વારંટીનમાં રહીને કંઇક આવું જ અનુભવાય છે. તેણે કહ્યું કે તેમના ફેફડા આ રીતે જ ગૂંગળામણ અનુભવે છે. કોવિડ 19 તમારા ફેંફસાને હલાવીને મૂકી દે છે. આ માટે આપણી પાસે કોઇ બીજો રસ્તો નથી. આપણે ઘરે જ રહેવું જોઇએ. અને આ રીતે જ આપણી સુરક્ષા કરવી જોઇએ. તમે પણ તમારી ફેમીલી અને મિત્રોની સુરક્ષા કરો.

વધુમાં તેમણે આગળ કહ્યું કે જો એક ઇનફેક્ટેડ વ્યક્તિ બહાર આવ્યું તો આ જંગલની આગની જેમ ફેલાઇ જશે. જે પહેલાથી જ છે. જો આ ચેતવણી તમને નથી સમજાતી તો મને નથી ખબર કે તમને શું સમજાય છે. હું શ્વાસ નથી લઇ શકતી. જો આ ફેલાયું તો જલ્દી જ આપણી સાથે જોડાયેલા લોકો પણ શ્વાસ નહીં લઇ શકે. ત્યારે કોરોના વાયરસની ભયાવહતાને સમજાવવા માટે અભિનેત્રીએ કંઇક આ અંદાજમાં પોતાની વાત રજૂ કરી.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर