Birthday: રીમા સેન આ 8 ફિલ્મોને કારણે ફેમસ થઈ, Bold ફોટોશૂટને કારણે આવી વિવાદમાં

રીમા સેન જન્મદિવસ

રીમા સેન (Rima Sen)નો જન્મ 1981માં કોલકાતામાં થયો હતો. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કોલકાતામાંથી જ કર્યો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ બોલીવુડ ફિલ્મો (Bollywood Movie)માં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનાર અભિનેત્રી રીમા સેન 29 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ (Rima Sen Birthday) ઉજવે છે. તેણે 'માલામાલ વીકલી' (malamaal weekly), 'જલઃ ધ ટ્રેપ' અને 'ગેંગ્સ ઓફ વાસેપુર (gangs of wasseypur)' સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો અને ઘણી હેડલાઈન્સ બનાવી. રીમા સેન (Rima Sen)નો જન્મ 1981માં કોલકાતામાં થયો હતો. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ કોલકાતામાંથી જ કર્યો હતો.

    ફિલ્મોમાં આવતા પહેલા રીમા સેન એક મોડેલ તરીકે કામ કરતી હતી. તે લાંબા સમયથી મોડલિંગ કરતી હતી. આ પછી તેણે ઘણી જાહેરાત કંપનીઓ માટે પણ કામ કર્યું. આ પછી તે ઘણી બંગાળી ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળી. રીમા સેને તેલુગુ ફિલ્મ 'ચિત્રમ'થી લીડ એક્ટ્રેસ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. રીમા સેનની આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.

    આ પછી રીમા સેને તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં લાંબા સમય સુધી કામ કર્યું. તેણે વર્ષ 2001માં ફિલ્મ 'હમ હો ગયે આપકે'થી બોલિવૂડમાં પોતાના અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં રીમા સેન સાથે એક્ટર ફરદીન ખાન લીડ રોલમાં હતા. રીમાની પહેલી બોલિવૂડ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવી શકી.

    રીમા સેને બોલિવૂડમાં 'માલામાલ વીકલી'થી વાસ્તવિક ડેબ્યૂ કર્યું હતું. મલ્ટિસ્ટારર ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ સાથે રીમા સેનની કામગીરીની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. રીમા સેને પોતાની આખી કારકિર્દીમાં કુલ આઠ બોલિવૂડ ફિલ્મો કરી છે. તે છેલ્લે અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મનોજ બાજપેયીની બીજી પત્નીની ભૂમિકા ભજવી હતી.

    આ પણ વાંચોમાતા-પિતાએ વાંચવા જેવી સ્ટોરી: કરોડોની સંપત્તિનો માલિક અક્ષય, તોએ પુત્ર પાસે માંગે છે પાઇ-પાઈનો હિસાબ

    રીમા સેન 2006માં તેના એક બોલ્ડ ફોટોશૂટને કારણે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. તેણે આ ફોટોશૂટ એક તમિલ અખબાર માટે કરાવ્યું હતું, જે અશ્લીલ હોવાનું કહેવાય છે. મદુરાઈ કોર્ટે રીમા સેન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. આમાં રીમાની સાથે શિલ્પા શેટ્ટીનું નામ પણ સામેલ હતું. આ બંને અભિનેત્રીઓ પર આરોપ હતો કે રીમા અને શિલ્પા દ્વારા પોઝ કરવામાં આવેલ ફોટો અશ્લીલ છે. હાલમાં રીમા સેન બિઝનેસમેન શિવ કરણ સિંહ સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મી દુનિયાથી દૂર છે.
    Published by:kiran mehta
    First published: