અમિતાભ બચ્ચનની તસવીર જોઈને રેખા બોલી, 'અહીં ખતરો છે', Viral Video

News18 Gujarati
Updated: February 19, 2020, 11:08 PM IST
અમિતાભ બચ્ચનની તસવીર જોઈને રેખા બોલી, 'અહીં ખતરો છે', Viral Video
ફાઈલ તસવીર

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાય છે કે, રેખા અને ડબ્બૂ રતનાનીની પુત્રીઓ વેન્યૂ ઉપર રેંપ વોક કરી રહી છે. આ દરમિયાન અનેક ફોટોગ્રાફ્સ બંનેની તસવીરો લેવામાં મશગૂલ છે.

  • Share this:
મુંબઈઃ પ્રખ્યાત અભિનેત્રી (bollywood actress) રેખા (Rekha) તાજેતરમાં ડબ્બૂ રતનાનીની બોલીવૂડ કેલેન્ડર ઈવેન્ટમાં દેખાઈ હતી. રેખાનો એક વીડિયો (Viral video) ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે ડબ્બૂરતનાની અને તેમની પુત્રીઓ સાથે દેખાય છે. ખાસ વાત તો એ છે કે આ વીડિયોમાં અમિતાભ બચ્ચની તસવીર સામે આવીને એક્ટ્રેસે જોરદાર રિએક્શન આપ્યું હતું.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાય છે કે, રેખા અને ડબ્બૂ રતનાનીની પુત્રીઓ વેન્યૂ ઉપર રેંપ વોક કરી રહી છે. આ દરમિયાન અનેક ફોટોગ્રાફ્સ બંનેની તસવીરો લેવામાં મશગૂલ છે. જેવું જ વોક કરતા કરતા છેડાં ઉપર પહોંચી ત્યારે સામે અમિતાભ બચ્ચનની તસવીર લાગેલી હતી. ત્યારે ફોટોગ્રાફર્સ રેખાનું રિએક્શન માંગવા લાગ્યા હતા. જેના ઉપર સદાબહાર એક્ટ્રેસ કહે છે કે 'આ ડેન્જર જોન છે.' તેમની આ વાત સાંભળીને ઉપસ્થિત લોકો હસવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રેખાએ સ્વીકારી ચૂકી છે કે અમિતાભ બચ્ચન એક સમયે પ્રેમ કરતી હતી. જ્યારે અમિતાભના લગ્ન થયા હતા. રિપોર્ટ અનુસાર બંનેએ 1976માં ફિલ્મ દો અંજાનેમાં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ બંને વચ્ચે નિકટતાના સમાચારો પ્રકાશમાં આવવા લાગ્યા હતા.

રેખા અને અમિતાભ બચ્ચનની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રીને ચાહકો વધારે પસંદ કરતા હતા. 2004માં એક ચેટ શો દરમિયાન રેખાએ કહ્યું હતું કે, તેઓ અમિતાભ બચ્ચન જેવું વ્યક્તિત્વ નથી જોયું. જેના લીધે તેઓ તેમના તરફ આકર્ષીત થઈ હતી. બંનેએ મિસ્ટર નટવરલાલ, મુકદ્દર કા સિકંદર અને સિલસિલા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. પરંતુ અમિતાભ આ અંગે મૌન રહ્યા છે.
First published: February 19, 2020, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading