Home /News /entertainment /

Video: રેખાએ શાહરૂખ ખાન સાથે કર્યો 'રશ્કે કમર પર ડાન્સ'

Video: રેખાએ શાહરૂખ ખાન સાથે કર્યો 'રશ્કે કમર પર ડાન્સ'

રેખાની તસવીર

    બોલિવૂડની અભિનેત્રી રેખા ઘણાં લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પરંતુ તેમનો ચાર્મ આજ સુધી એવોને એવો જ છે. આ વાતને ફરી એકવાર રેખાએ 'લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડસ'માં સાબિત કરી દીધુ છે. આ એવોર્ડ શોને સ્ટાર પ્લસ પર રાતે ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો. આ શોને હોસ્ટ શાહરૂખ ખાને કર્યો હતો.

    આ એવોર્ડ ફંકશનમાં રેખાને ટાઇમલેસ બ્યૂટીનાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રેખા પોતાની સદાબહાર લુક ટ્રેડિશનલ કાંજીવરમ સાડી પહેરીને પહોંચી હતી. રેખા જ્યારે સ્ટેજ પર આવી તો શાહરૂખ ખાન અને કરણ જોહરે તેમનું સન્માન કર્યું હતું. એવોર્ડ સ્પીચમાં રેખાએ કહ્યું કે આ સન્માન મારા માટે ઘણું ખાસ છે કારણ કે જ્યારે મારી માતાને પણ લક્સ ગોલ્ડન રોઝ એક્ટ્રેસમાં પસંદગી કરાઇ હતી ત્યારે મારો જન્મ થયો હતો. આજે હું 63 વર્ષ પછી હું પણ અહીંયા પહોંચી ગઇ છું. મારા માટે આ સન્માન ઘણું જ ખાસ છે.

    રેખાએ સ્પીચ આપી તે પછી રેખા ત્યાંથી જતી હતી ત્યારે જ શાહરૂખ ખાને કહ્યું, 'રેખાજી તમારી અદાઓની તો દુનિયા કાયલ છે પરંતુ હું તમને કંઇ કહેવા માંગુ છું. અત્યારે એક નવું ગીત આવ્યું છે રશ્કે કમર ... તમે આ ગીત પર ડાન્સ કરો તો કેવા લાગશો.'




    કિંગ ખાનની રિક્વેસ્ટ માનીને રેખાએ શાહરૂખની સાથે તે ગીત પર ડાન્સ કર્યો. શાહરૂખ અને રેખાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.








    View this post on Instagram





    Mere Raske Qamar #rekha with #shahrukhkhan Part 1 #luxgoldenroseawards #luxgoldenroseawards2018


    A post shared by 💕 Rekha 💕 (@legendary_rekha) on













    View this post on Instagram





    LEGENDARY BEAUTY AWARDS part 3 #rekha #luxgoldenroseawards #luxgoldenroseawards2018 #shahrukhkhan


    A post shared by 💕 Rekha 💕 (@legendary_rekha) on






    અક્ષયકુમારે પણ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lux Golden Rose Awards 2018, Rekha, Shahrukhkhan, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन